HomeMorbiશનાળા રોડની ઓફિસમાં તીનપત્તીનો ખેલ બેફામ! 8 જુગારીઓ ઝડપાયા

શનાળા રોડની ઓફિસમાં તીનપત્તીનો ખેલ બેફામ! 8 જુગારીઓ ઝડપાયા

મોરબીના શનાળા રોડ પર સ્કાયમોલની બાજુમાં વિરાટ-૨ કોમ્પ્લેક્ષની ઓફિસમાં ચાલતા જુગારધામ પર LCB/પેરોલ સ્કોડે દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા 8 ઈસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રૂ.2.70 લાખ રોકડ અને 8 મોબાઇલ સહિત કુલ રૂ.3.45 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી એલ.સી.બી./પેરોલ સ્કોડના સ્ટાફને સંયુક્તમાં અગાઉથી ખાનગીરાહે બાતમી મળેલ હોય કે, સુપ્રિતભાઇ ત્રિભુવનભાઇ પટેલ રહે, મોરબી ઉમીયા સર્કલ પાસે શ્રીજીનગર વાળા પોતાના કબજા ભોગવટા વાળી મોરબી શનાળા રોડ સ્કાયમોલની બાજુમાં વિરાટ-૨, કોમ્પ્લેક્ષ, પહેલા માળે પગથીયા ચડતા ડાબી તરફની છેલ્લી ઓફિસમા બહારથી માણસો બોલાવી તીન પતીનો જુગાર રમી/રમાડી સાધન સગવડ પુરી પાડી તેની અવેજમાં પોતાના અંગત ફાયદા સારૂ નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે. તેવી બાતમી મળેલ હોય જે બાતમીવાળા સ્થળે રેઇડ કરતા જુગાર રમી રમતા કુલ ૮ વ્યક્તિ સુપ્રિતભાઇ ત્રિભુવનભાઈ સવસાણી રહે.મોરબી ઉમીયા સર્કલ પાસે શ્રીજીનગર, નિસીતભાઈ ધર્મેન્દ્રભાઇ રાજપરા રહે. મોરબી રવાપરરોડ નરસંગ સોસાયટી, અક્ષયભાઇ જયંતીભાઇ વડસોલા રહે. મોરબી રવાપરરોડ યોગેશ્વર સોસાયટી, ભાવેશભાઇ રમેશભાઇ અગોલા રહે. મોરબી અવનીચોકડી ઉમાપાર્ક સોસાયટી, હાર્દીકભાઇ કાંતીભાઇ સંઘાણી રહે.મોરબી રવાપર રોડ શીવગંગા એપાર્ટમેન્ટ, યસભાઇ રમેશભાઇ કાંજીયા રહે. મોરબી લીલાપર કેનાલરોડ સુર્યકીર્તી સોસાયટી, સંદીપભાઇ દિનેશભાઇ લોરીયા રહે.મોરબી મધરપાર્ક એપાર્ટમેન્ટ-૨ રવાપર રેસીડેન્સી પાસે, કપીલભાઇ નરસીભાઇ ધુમલીયા રહે. શનાળારોડ સરસ્વતિ સોસાયટી મોરબીવાળાને રોકડા રૂપીયા ૨, ૭૦,૫૦૦/- તથા મોબાઇલ ફોન નગ-૮ કિ.રૂ.૭૫,૦૦૦/ મળી કુલ કિ.રૂ.૩,૪૫,૫૦૦/- ના મુદામાલ સાથે આઠેય આરોપીઓને પકડી તમામ આરોપીઓ વિરૂધ્ધ જુગાર ધારા હેઠળ ગણનાપાત્ર કેસ શોધી મોરબી સીટી એ ડિવિ.પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા કલમ-૪,૫ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવવા અંગેની કાર્યવાહી કરેલ છે.

RELATED ARTICLES

Most Popular