HomeMorbiમોરબીમાં 11 માસથી ફરાર પ્રોહિબીશનનો આરોપી ઝડપાયો

મોરબીમાં 11 માસથી ફરાર પ્રોહિબીશનનો આરોપી ઝડપાયો

મોરબી તાલુકા પોલીસે પ્રોહિબીશનના ગુનામાં છેલ્લા 11 માસથી નાસતા ફરતા રાજસ્થાનના આરોપીને લક્ષ્મીનગર બસ સ્ટેન્ડ પાસેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પ્રોહિબીશનના ગુન્હામાં નાસતો ફરતો આરોપી રણજીતસિંહ મેવાસિંહ રાવત (ઉ.વ.૨૭) રહે. જગમાલ પુરા, માલકીયા બાડીયા, થાના સેંદડા તા.રાયપુર જિ.બ્યાવર (પાલી) રાજસ્થાન વાળો છેલ્લા અગિયાર માસ થી નાસતો-ફરતો હોય જેને શોધી કાઢવા પોલીસ ઇન્સ્પેકટર મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફને ખાનગીરાહે બાતમી મળેલ કે, પ્રોહીબીશનના ગુન્હામા પકડવાનો બાકી આરોપી લક્ષ્મીનગર ગામના બસ સ્ટેન્ડ પાસે હોવાની બાતમીના આધારે બાતમીવાળી જગ્યાથી આરોપીને પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

RELATED ARTICLES

Most Popular