HomeMorbiવાંકાનેર જ્વેલર્સમાં ‘ગ્રાહક’ બની ઘૂસ્યા મહિલા-પુરૂષ, વેપારીની નજર ચૂકવી રૂ.81 હજારની સોનાની...
વાંકાનેર જ્વેલર્સમાં ‘ગ્રાહક’ બની ઘૂસ્યા મહિલા-પુરૂષ, વેપારીની નજર ચૂકવી રૂ.81 હજારની સોનાની બુટ્ટી ઉઠાવી ફરાર
વાંકાનેરના મેઈન બજારમાં જ્વેલર્સની દુકાનમાં દાગીના ખરીદવાના બહાને આવેલા અજાણ્યા મહિલા-પુરૂષે વેપારીની નજર ચૂકવી રૂ.81,400ની સોનાની બુટ્ટી ચોરી કરી ફરાર થઈ ગયા. પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ રાજકોટ જિલ્લાના ખોરાણા ગામે રહેતા ૪૯ વર્ષીય કાનાભાઈ જોધાભાઈ ડાભીએ આરોપી અજાણ્યા પુરૂષ અને મહિલા વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે ફરીયાદીની સોના ચાંદીના દાગીના લે-વેચ વાળી દુકાને એક મહીલા તથા પુરૂષ આવી ફરીયાદીની નજર ચુકવી સોનાની બુટી જેનો વજન ૫ ગ્રામ ૧૯૦ મીલી જેની કિ.રૂ-૮૧,૪૦૦/- મતાની કોઇ અજાણ્યા ચોર ઇસમો ચોરી કરી લઇ ગયા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.