HomeMorbi‘મોરબી ટાઇમ્સ’ના નામે તોડબાજીનો ખેલ! બોગસ પત્રકાર બનનાર શખ્સને PASA હેઠળ સુરત...

‘મોરબી ટાઇમ્સ’ના નામે તોડબાજીનો ખેલ! બોગસ પત્રકાર બનનાર શખ્સને PASA હેઠળ સુરત લાજપોર જેલમાં ધકેલાયો

મોરબીમાં ‘મોરબી ટાઇમ્સ’ નામથી ફેસબુક પેજ ચલાવી પત્રકાર તરીકેની ખોટી ઓળખ આપી નાગરિકો પાસેથી બળજબરીપૂર્વક રૂપિયા પડાવવાના આરોપી વિશાલ સેજપાલ સામે PASA હેઠળ કાર્યવાહી કરાઈ છે. મોરબી સિટી એ ડિવિઝન પોલીસે પાસા વોરંટની બજવણી કરી તેને સુરત લાજપોર જેલમાં મોકલી આપ્યો છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી શહેરમાં અવાર નવાર ” મોરબી ટાઇમ્સ ” નામથી પત્રકાર તરીકે ઓળખ આપી મોરબી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમા નાગરીકો પાસેથી બળજબરી પુર્વક પૈસા પડાવી, લુંટ કરી પોતાના ફેસબુક પેઇઝમાં સગીરવયના બાળકોના વીડીયો અપલોડ કરવાના ગુન્હાઓ આચરતા અસામાજીક તત્વોની પ્રવૃતીઓને ડામવા સુચના થતા અસામાજીક તત્વ વિશાલભાઇ પ્રદીપભાઇ સેજપાલ (ઉ.વ.૪૨) રહે.મોરબી ચીચાકંદોઇ શેરી નહેરૂગેઇટ નજીક વાળા વિરુદ્ધ પાસાની પ્રપોઝલ કરવામા આવેલ જે અન્વયે ડીસ્ટ્રીકટ મેજીસ્ટ્રેટ અને કલેક્ટર મોરબીનાઓએ પાસા પ્રપોઝલ મંજુર કરી પાસા વોરંટ ઇસ્યુ કરેલ જેથી ઇસમ ને સુરત લાજપોર મધ્યસ્થ જેલ ખાતે પાસા વોરંટની બજવણી કરી મોકલવામા આવેલ છે.

RELATED ARTICLES

Most Popular