HomeMorbiમોરબીમાં 13 ગુનાના આરોપીની ધરપકડ: રવિરાજ ચોકડી પાસેથી વાંકાનેરમાંથી ચોરાયેલી રૂ.50 હજારની...
મોરબીમાં 13 ગુનાના આરોપીની ધરપકડ: રવિરાજ ચોકડી પાસેથી વાંકાનેરમાંથી ચોરાયેલી રૂ.50 હજારની બાઈક સાથે ઝડપાયો
મોરબી LCBની ટીમે રવિરાજ ચોકડી પાસેથી વાંકાનેર તાલુકામાંથી ચોરાયેલી હોન્ડા સાઈન બાઈક સાથે 26 વર્ષીય અસગર મોવરને ઝડપી પાડ્યો છે. પોલીસ તપાસમાં આરોપી સામે અગાઉથી 13 જેટલા ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી એલ.સી.બી./પેરોલ સ્ટાફ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન સ્ટાફને સંયુક્તમાં ખાનગી રાહે હ્યુમન સોર્સીષથી બાતમી મળેલ કે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનનુ ચોરીમાં ગયેલ હોન્ડા સાઇન મોટર સાયકલ કિ.રૂ.૫૦,૦૦૦/- વાળુ લઇને એક ઇસમ મોટરસાયકલ લઇ નેશનલ હાઇવે રવિરાજ ચોકડી થી નિકળનાર છે તેવી મળેલ બાતમીવાળા ઇસમની વોચ તપાસ કરતા આરોપી અસગર રમજાનભાઇ મોવર (ઉવ.૨૬) રહે.કાજરડા તા.માળીયા(મીં) વાળો મળી આવતા મો.સા.બાબતે ઇસમને વિશ્વાસમાં લઇ યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરતા આ ગુન્હો આચર્યાની કબુલાત આપી આ મો.સા.ની તેણે ચોરી કરેલની માહિતી જણાવતા આરોપી પાસેથી મો.સા.કબજે કરી આગળની કાર્યવાહી અર્થે વાંકાનેર તાલુકા પો.સ્ટે.ને સોપી આપવા તજવીજ કરેલ છે.