HomeMorbiમોરબી મહાનગરપાલિકા સંકલન સમિતિની 21 ઓગસ્ટે બેઠક મળશે: વિકાસકામો અને ટેક્સ મુદ્દે...
મોરબી મહાનગરપાલિકા સંકલન સમિતિની 21 ઓગસ્ટે બેઠક મળશે: વિકાસકામો અને ટેક્સ મુદ્દે થશે મહત્વની સમીક્ષા
મોરબી: મોરબી મહાનગરપાલિકા સંકલન સમિતિની ઓગસ્ટ-2026ની મહત્વની બેઠક આગામી 21 ઓગસ્ટ, 2026ના રોજ સાંજે 4:00 કલાકે મહાનગરપાલિકા કચેરીના ગાંધી ચોક ખાતે આવેલ નવ નિર્મિત ઈમારતના ત્રીજા માળે સભાખંડમાં યોજાશે. બેઠકમાં સંકલન સમિતિના સભ્યો, પદાધિકારીઓ તથા અધિકારીઓને સમયસર હાજર રહેવા સૂચના આપવામાં આવી છે.
બેઠકમાં અગાઉની મીટિંગના મિનિટ્સને બહાલી આપવા ઉપરાંત 31 જાન્યુઆરી, 2026ની સંકલન સમિતિમાં રજૂ થયેલા ગ્રામ પંચાયતોના સ્વભંડોળના કામો તથા 15મા નાણાં પંચના કામોની પ્રગતિનો ઠરાવ નંબર અને વિગતો સહિત અહેવાલ રજૂ કરવામાં આવશે.
આ ઉપરાંત અરીહંત સોસાયટીના કામની દરખાસ્ત, તેમજ મોરબી મહાનગરપાલિકાની હદમાં સમાવિષ્ટ ગ્રામ પંચાયતોમાં 31 ડિસેમ્બર, 2024 પહેલાંના ટેક્સ પર વ્યાજ માફી યોજના અંતર્ગત થયેલી કામગીરીની વિગત પણ બેઠકમાં રજૂ કરવામાં આવશે.
સંબંધિત શાખા અધ્યક્ષોને તેમના વિભાગની સંપૂર્ણ વિગતો અને જરૂરી સાધનિક કાગળો સાથે બેઠકમાં હાજર રહેવા સૂચના આપવામાં આવી છે. અનિવાર્ય કારણોસર ગેરહાજરી રહેવાની સ્થિતિમાં મ્યુનિસિપલ કમિશનરની અગાઉથી મંજૂરી મેળવવી ફરજિયાત રહેશે.