HomeMorbiમોરબીમાં નાણાંની લેતી-દેતીનો ઝઘડો બન્યો હત્યામાં ફેરવાયો: મહિલાને હથોડાના ઘા મારનાર આરોપી...
મોરબીમાં નાણાંની લેતી-દેતીનો ઝઘડો બન્યો હત્યામાં ફેરવાયો: મહિલાને હથોડાના ઘા મારનાર આરોપી ભાણવડની સીમમાંથી ઝડપાયો
ભડિયાદ રોડની પેપર મિલમાં નાણાંની લેતી-દેતી મુદ્દે થયેલી બબાલમાં મહિલાની હત્યા કરનાર આરોપીને મોરબી તાલુકા પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો. ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી આરોપી ભાણવડની સીમમાંથી ઝડપાયો છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભડીયાદ ગામ રફાડિયા રોડ આધ્યાશકતિ પેપર મીલના કારખાનામાં એટીબીના કુવા પાસે ગઇ તા.૧૭/૦૮/૨૦૨૬ ના રોજ ખુનનો બનાવ બનેલ જેમા ફરીયાદીના બહેનની ડીલીવરી બાબતે આપેલ રૂપીયાની લેતી દેતી માથાકુટ અને ઝઘડો થયેલ હોય જેમા આરોપીએ મરણજનારને માથામાં લોખંડના હથોડા વડે ઘા મારતા ફરીયાદીના માતાનુ મોત નિપજતા ખુનનો બનાવ બનેલ જે બનાવ અનુસંધાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુન્હો રજીસ્ટર કરી આરોપીને શોધી કાઢવા તુરત સર્વેલન્સ સ્ટાફને સુચના કરતા તેઓ દ્વારા ટેકનીકલ માધ્યમ તથા હ્યુમન સોર્સની મદદથી ગુનામાં સંડોવાયેલ આરોપી ભુરાભાઇ બુધીયાભાઇ કટારા મુળ રહે. પાડલવા કાચલા ફળીયુ. તાલુકો- રાણપુર જી-જાંબુવા (એમ.પી.)વાળાને ચોંખડા ગામની સીમ તા.ભાણવડ ખાતેથી સીમ વિસ્તારમાંથી પકડી પાડેલ છે. હાલ ગુનાની આગળની તપાસ તજવીજ ચાલુ છે.