HomeMorbiમોરબીમાં પોક્સોના ગુન્હામાં છેલ્લા ચાર માસથી નાસતો ફરતો ઇસમ ઝડપાયો
મોરબીમાં પોક્સોના ગુન્હામાં છેલ્લા ચાર માસથી નાસતો ફરતો ઇસમ ઝડપાયો
મોરબી તાલુકાના પોલીસ સ્ટેશનના પોક્સોના ગુન્હામાં છેલ્લા ચાર માસ થી નાસતો ફરતો આરોપીને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પોક્સોના ગુન્હાનાનો આરોપી હાર્દિકભાઈ ઉફે ગુરૂ પ્રદિપભાઈ સોલંકી (ઉવ-૩૦) રહે- નાની વાવડી,સિધ્ધીવિનાયક સોસાયટી-૧ શેરી નં.-૨ તા.જી.મોરબી મુળ રહે. નવા પ્લોટ કુભાર મંદિર પાસે શકત શનાળા મોરબીવાળો છેલ્લા ચાર માસ થી નાસતો-ફરતો હોય જેને શોધી કાઢવા પોલીસ ઇન્સ્પેકટર મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના માણસોને ટેકનીકલ સોર્સ તથા હ્યુમનસોર્સ થી ખાનગી રાહે બાતમી મળેલ કે, આ ગુન્હામાં પકડવાનો બાકી આરોપી રાજપર રોડ રામદેવપીરના મંદીર પાસે હોવાની બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએથી આરોપીને પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.