HomeMorbiમોરબી: મકાનમાં દારૂનો જથ્થો મળ્યો, આરોપી ફરાર
મોરબી: મકાનમાં દારૂનો જથ્થો મળ્યો, આરોપી ફરાર
મોરબીના શનાળા રોડ વિસ્તારમાં પોલીસનો દરોડો: 75 બોટલ વિદેશી દારૂ સાથે રૂ.17,600નો મુદ્દામાલ જપ્ત, આરોપીની શોધખોળ શરૂ.
આ અંગે મળતી માહિત મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મોરબીના શનાળા રોડ પર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં રહેતા આરોપી વાસુભાઈ ભરતભાઈ લાખતરીયાએ પોતાના કબ્જા ભોગવટવાળા રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ -75 કિંમત રૂપિયા 17600 નો મુદામાલ જપ્ત કરી રેઇડ દરમિયાન આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.