HomeMorbiમોરબી તાલુકા પોલીસની બે સ્થળે ત્રાટકતી કાર્યવાહી: 15 જુગારીઓ ઝડપાયા, રૂ. 1.79...

મોરબી તાલુકા પોલીસની બે સ્થળે ત્રાટકતી કાર્યવાહી: 15 જુગારીઓ ઝડપાયા, રૂ. 1.79 લાખથી વધુનો મુદ્દામાલ કબજે

મોરબી તાલુકા પોલીસે જુગારની પ્રવૃત્તિ સામે સઘન કાર્યવાહી હાથ ધરીને અલગ-અલગ બે સ્થળે દરોડા પાડ્યા હતા. ઘુટુ રોડ હેલીપેડ ગ્રાઉન્ડ પાસે અને તળાવીયા શનાળા ગામની સીમમાં કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન પોલીસે કુલ 15 શખ્સોને ઝડપી પાડી તેમની પાસેથી રોકડ સહિત કુલ રૂ. 1,79,050નો મુદ્દામાલ કબજે કર્યો હતો. બંને બનાવમાં પોલીસે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ પ્રોહી./જુગાર અંગે પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન બાતમીના આધારે જુગારની રેઇડ કરતા મોરબી તાલુકાના ઘુંટુ રોડ ઉપર આવેલ હેલીપેડના ગ્રાઉન્ડ પાસે જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અંજવાળે જુગાર રમતા કુલ-૦૩ ઇસમો પ્રતાપભાઈ સવસીભાઈ દેલવાડીયા રહે.આઈ.ટી.આઈ. ની પાછળ રૂષીભાઈના મકાનમાં ઘુંટુ મોરબી, અર્જુનભાઈ વિરમભાઈ કુંઢીયા રહે.ભીમસર ઉમા ટાઉનશીપ સામે મોરબી, મનસુખભાઈ નરશીભાઈ વાઘેલા રહે.આઈ.ટી.આઈ. ની સામે પાણીના ટાંકા પાછળ તા.જી.મોરબીવાળા ને રોકડ રૂ.૨૬,૭૫૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી ઇસમો વિરૂદ્ધ જુગારધારા હેઠળ ગુન્હો નોંધી કાર્યવાહી કરેલ છે

જ્યારે બીજી રેઇડ મોરબી તાલુકાના તળાવીયા શનાળા ગામની સીમ, સ્કોટલેન સીરામીક પાસે જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં જુગાર રમતા ફૂલ-૧૨ ઇસમો નિલેશભાઈ સુરેશભાઈ સોલંકી રહે. મુળગામ- રાતાભેર તા.હળવદ જી- મોરબી, કિશોરભાઈ મનસુખભાઈ ભટ્ટી જાતે રાવળદેવ રહે.સ્કોટલેન કારખાનાની ઓરડીમાં મોરબી મુળગામ- બોટાદ, છોટુભાઈ અમરશીભાઈ મકવાણા રહે. નરાળી તા.ધ્રાંગધ્રા, હાલરહે. બાથેરો સેનેટરીવેરની ઓરડીમાં, દાતારામ સોનેલાલ કેવટ મુળ- ઓરયા મળાપુર ગામ, (યુ.પી.) રહે.હાલ સ્કોટલેન કારખાનાની ઓરડીમાં, ગણેશભાઈ પર્વતભાઈ સાહુ જાતે તૈલી રહે. સ્કોટલેન કારખાનાની ઓરડીમાં મોરબી, કપીલભાઈ સંતરામભાઈ રાજપુત રહે. સ્કોટલેન કારખાનાની ઓરડીમાં મોરબી, કૃષ્ણકુમાર ઉદયભાન અહીરવાલ રહે. સ્કોટલેન કારખાનાની ઓરડીમાં મોરબી, મહોમદ આશીક ઉર્ફે બબલુ હમીદખાન મન્સુરી રહે. સ્કોટલેન કારખાનાની ઓરડીમાં મોરબી, રીન્કુકુમાર બનેંસીગ માલવી જાતે બલાઈ રહે. સ્કોટલેન કારખાનાની ઓરડીમાં, રોહીતકુમાર શ્યામસુંદર ચમાર રહે. સ્કોટલેન કારખાનાની ઓરડીમાં મોરબી, રાકેશભાઈ રામસેવક નિશાદ રહે. સ્કોટલેન કારખાનાની ઓરડીમાં મોરબી, ઇતરેન્દ્રસીંહ ઓમપ્રકાશ નિશાદ રહે. સ્કોટલેન કારખાનાની ઓરડીમાં મોરબીવાળાને રોકડ રૂ. ૧૫૨૩૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી ઇસમો વિરૂદ્ધ જુગારધારા હેઠળ ગુન્હો નોંધી કાર્યવાહી કરેલ છે.

RELATED ARTICLES

Most Popular