HomeMorbiમોરબીના વનાળીયામાં તસ્કરોનો તરખાટ: ખેતરોમાંથી 147 મીટર કોપર વાયર ઉઠાવી ગયા

મોરબીના વનાળીયામાં તસ્કરોનો તરખાટ: ખેતરોમાંથી 147 મીટર કોપર વાયર ઉઠાવી ગયા

મોરબી તાલુકાના વનાળીયા ગામની સૈડવા પાટી સીમમાં તસ્કરોએ ખેડૂતોને નિશાન બનાવી સબમર્સિબલ મોટરના કોપર વાયર કાપી ચોરી કરી છે. અજાણ્યા શખ્સોએ ધારદાર હથિયારોથી વાયરો કાપી કુલ 147 મીટર કોપર વાયર, અંદાજિત રૂ.10,290ની કિંમતનો મુદ્દામાલ ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના વનાળીયા ગામે રહેતા અને ખેતી કરતા સુમારભાઈ જુસબભાઈ સુથા (ઉ.વ.૬૦) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી તથા સાથીઓની સૈડવા નામે ઓળખાતી સીમમાં ખેતીના પીયત માટે નદીના પટમા રાખેલ પાણીની મોટરના કોપરના કેબલ વાયર તેમજ ગામની દરગાહની બહાર રાખેલ મોટરના કોપરના કેલબ વાયર મળી અંદાજે મીટર ૧૪૭ કી.રૂ. ૧ ૦૨૯૦ ની કોઈ અજાણ્યા ચોર ઇસમો મોટરના મુળથી તોડી નુકીસાની કરી ચોરી કરી લઈ ગયા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular