HomeMorbiહળવદ પોલીસની મોટી કાર્યવાહી: વિદેશી દારૂના ગુનામાં એક વર્ષથી નાસતો ફરતો આરોપી...
હળવદ પોલીસની મોટી કાર્યવાહી: વિદેશી દારૂના ગુનામાં એક વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો
હળવદ પોલીસ દ્વારા પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપી ઈમરાનખાન ઉર્ફે ઓબામા દિલાવરખાન મલેકને સાબરમતી જેલમાંથી ટ્રાન્સફર વોરંટના આધારે કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ અંગે મળતી માહિતી મુજબ હળવદ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુનાનૈ આરોપી ઈમરાનખાન ઉર્ફે ઓબામા દિલાવરખાન મલેક રહે,ગામ.પીપળી તા.પાટળી જી.સુરેન્દ્રનગર વાળાનું નામ ખુલવા પામેલ હોય અને આરોપી નાસતો ફરતો હોય જે આરોપીને પકડવા માટે હળવદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટરે નાસતા ફરતા આરોપીઓ પકડવા માટે અલગ અલગ ટીમો બનાવેલ હોય જે અનુસંધાને સાણંદ જી.આઈ.ડી.સી પોલીસ સ્ટેશન ના ગુનાનો આરોપી હાલે સાબરમતી જેલ અમદાવાદ ખાતે હોય જેનો ટ્રાન્સફર વોરંટ આધારે અમદાવાદ સાબરમતી જેલ ખાતેથી આરોપી ઇમરાનખાન ઉર્ફે ઓબામા દિલાવરખાન મલેકનો કબજો મેળવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.