HomeMorbiમોરબીમાં કાવ્યરસિકો માટે શબ્દોનો ઉત્સવ: ‘અઢી અક્ષરનું ચોમાસું’ કવિ સંમેલનનું ભવ્ય આયોજન
મોરબીમાં કાવ્યરસિકો માટે શબ્દોનો ઉત્સવ: ‘અઢી અક્ષરનું ચોમાસું’ કવિ સંમેલનનું ભવ્ય આયોજન
મોરબીના સાહિત્યપ્રેમીઓ અને કાવ્યરસિકો માટે આગામી ૨૨ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ એક અનોખી અને કાવ્યમય સાંજનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને નિર્ભિવ ફાઉન્ડેશન, મોરબીના સંયુક્ત ઉપક્રમે ‘અઢી અક્ષરનું ચોમાસું’ શીર્ષક હેઠળ ભવ્ય કવિ સંમેલન યોજાશે.
શબ્દો, લાગણીઓ અને કવિતાના રંગોથી સજાનારી આ સાહિત્યિક સાંજ મોરબીના સાહિત્યપ્રેમીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે. કવિ સંમેલનમાં જાણીતા કવિઓ પોતાની રચનાઓ રજૂ કરી કાવ્યરસિકોને શબ્દોની દુનિયામાં લઈ જશે.
આ કાર્યક્રમનું આયોજન ૨૨ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ સાંજે ૪:૩૦ કલાકે મોરબીના પટેલ સમાજ વાડી, શક્ત સનાળા ખાતે કરવામાં આવ્યું છે.
કવિ સંમેલનમાં દીપક ત્રિવેદી, હર્ષિદા ત્રિવેદી, રામ વારોતરીયા, વિશાલ પારેખ, જનાર્દન દવે અને પંકજદાન ગઢવી સહિતના જાણીતા કવિઓ ઉપસ્થિત રહી પોતાની કાવ્યરચનાઓ રજૂ કરશે.
‘અઢી અક્ષરનું ચોમાસું’ માત્ર કવિ સંમેલન નહીં, પરંતુ મોરબીમાં સાહિત્ય, કવિતા અને સંવેદનાઓનો સુંદર સંગમ બની રહે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે. કાવ્યરસિકો માટે ચોમાસાની ઋતુમાં શબ્દો અને લાગણીઓથી ભરપૂર આ સાંજ યાદગાર બની રહેશે.
મોરબીની સમગ્ર સાહિત્યપ્રેમી જનતાને કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે નિર્ભિવ ફાઉન્ડેશનના ફાઉન્ડર આરતી રોહન અને રોહનભાઈ રાંકજા તેમજ ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર ડૉ. જયેન્દ્રસિંહ જાદવ દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.