HomeMorbiટંકારા: મીતાણા ડેમ પાસે જુગારની મહેફિલ પર પોલીસનો સપાટો, 6 શખ્સો ઝડપાયા

ટંકારા: મીતાણા ડેમ પાસે જુગારની મહેફિલ પર પોલીસનો સપાટો, 6 શખ્સો ઝડપાયા

મીતાણા-વાલાસણ રોડ પર ડેમ નજીક બાવળની ઝાડીમાં જાહેરમાં જુગાર રમતા 6 ઈસમોને ટંકારા પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડ રૂ.65,100 સહિતનો મુદ્દામાલ કબજે કરી જુગારધારા હેઠળ કાર્યવાહી કરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ ટંકારા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન મિતાણા-વાલાસણ રોડ ડેમની બાજુમાં આવેલ નદી કાંઠે બાવળની ઝાડીમાં જાહેરમાં ગોળકુંડાળુ કરી અમુક ઇસમો જુગાર રમતા હોવાની બાતમીના આધારે રેઇડ કરી આરોપી (૧) વિપુલભાઇ પુનાભાઇ બાંભવા ઉ.વ. ૩૨ રહે. મિતાણા જુના ઝાપા પાસે તા.ટંકારા જી.મોરબી (૨) બાબુભાઇ રાણાભાઇ સોઢીયા ઉ.વ. ૬૫ રહે. મિતાણા રામજી મંદીર પાસે તા.ટંકારા જી.મોરબી (૩) કિશોરભાઇ બાબુભાઇ દેણપીયા ઉ.વ. ૬૪ રહે. રાજકોટ માધાપર અમી એકઝોટીકા સોસાયટી એ.ડી.બી. હોટલ પાછળ તા.જી.રાજકોટ મુળ ગામ મિતાણા તા.ટંકારા જી.મોરબી (૪) સામતભાઈ પાલાભાઈ બાળા ઉ.વ. ૩૦ રહે. મિતાણા રામજી મંદીર પાસે તા.ટંકારા જી.મોરબી (૫) રોહીતભાઇ વાસુરભાઇ બસીયા ઉ.વ. ૩૮ રહે. મિતાણા મસ્જીદની બાજુમાં તા.ટંકારા જી.મોરબી (૬) સાજીદભાઇ આમદભાઇ ઠેબા ઉ.વ. ૩૯ રહે. મિતાણા ચામુંડા હોટલ પાછળ તા.ટંકારા જી.મોરબી વાળાઓને રોકડ રૂ.૬૫,૧૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી તમામ ઇસમો વિરૂધ્ધ જુગાર ધારા કલમ-૧૨ મુજબ ટંકારા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે

RELATED ARTICLES

Most Popular