HomeMorbiમોરબીમાં ફ્લેટમાં ધમધમતો જુગારનો અડ્ડો ઝડપાયો: મહિલા-પુરુષ સહિત 5 ઝડપાયા, રોકડ રૂ.46,800...

મોરબીમાં ફ્લેટમાં ધમધમતો જુગારનો અડ્ડો ઝડપાયો: મહિલા-પુરુષ સહિત 5 ઝડપાયા, રોકડ રૂ.46,800 કબજે

મોરબીના સામાકાંઠે લક્ષ્મીનારાયણ સોસાયટીના એપાર્ટમેન્ટમાં પોલીસ ત્રાટકી હતી. ફ્લેટમાં જુગાર રમતા મહિલા-પુરુષ સહિત પાંચ શખ્સોને રોકડ રૂ.46,800ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ પોલીસ સ્ટાફને પેટ્રોલીંગ દરમ્યાન મળેલ બાતમીના આધારે મોરબીના સામાકાંઠે આવેલ લક્ષ્મી નારાયણ સોસાયટી સાઇ સ્મીત એપાર્ટમેન્ટ ત્રીજા માળે ફલેટ નં.૩૦૪ માં રેઇડ કરી મહિલા તેમજ પુરૂષ આરોપી મળી કુલ-૦૫ આરોપી બચુભાઇ સાદુરભાઇ ઠાકોર રહે, કોબા સર્કલ અડાલજ રોડ ગાંધીનગર તા.જી.ગાંધીનગર, શંકરજી મેઘાજી ઠાકોર રહે, કોબા સર્કલ અડાલજ રોડ ગાંધીનગર તથા નાગજીભાઇ રામાભાઇ ઠાકોર રહે, અવંતિકા ફાર્મ નભોઇ કોબા તા.જી. ગાંધીનગરવાળાને રોકડા રૂપીયા ૪૬,૮૦૦/ના મુદ્દામાલ સાથે પકડી પાડી મોરબી સીટી બી ડીવી.પો.સ્ટે. જુગાર ધારા ૪,૫ મુજબ ગુન્હો રજી કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

RELATED ARTICLES

Most Popular