HomeMorbiમોરબીમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગારના અડ્ડા ધમધમ્યા! રંગપર-ભડીયાદમાંથી 9 જુગારીઓ ઝડપાયા

મોરબીમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગારના અડ્ડા ધમધમ્યા! રંગપર-ભડીયાદમાંથી 9 જુગારીઓ ઝડપાયા

મોરબી તાલુકા પોલીસે બે અલગ-અલગ સ્થળે દરોડા પાડી સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં જુગાર રમતા કુલ 9 શખ્સોને ઝડપી પાડ્યા હતા. બંને સ્થળેથી કુલ રૂ.45,550ની રોકડ રકમ કબજે કરી પોલીસે જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી.

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ પ્રોહી./જુગાર અંગે પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન રંગપર ગામે જાપા પાસે રેઇડ કરતા સ્ટ્રીટ લાઇટના અંજવાળે ગ જુગાર રમતા ફૂલ-૦૪ ઇસમો જગદીશભાઇ મોતીભાઇ નયા (ઉ.વ.૪૦) સાગરભાઇ મોતીભાઇ નયા (ઉ.વ.૩૨), ગોવિદભાઇ છેલાભાઇ ગીંગોરા (ઉ.વ.૪૫) સુરેશભાઈ રમેશભાઇ કગથળા (ઉ.વ.૩૬) રહે- બધા રંગપર તા.જી.મોરબીવાળાને રોકડ રૂ.૧૪,૫૦૦/-ના મુદ્દામાલ સાથે પકડી પાડી મજકૂર ઇસમો વિરૂદ્ધ જુગારધારા હેઠળ ગુન્હો નોંધી કાર્યવાહી કરેલ છે.

બીજો દરોડો મોરબી તાલુકાના ભડીયાદ ગામે રામાપીરના ઢોરા પાસે રામદેવપીરના મંદિરની પાછળની શેરીમાં રેઇડ કરતા સ્ટ્રીટ લાઇટના અંજવાળે જુગાર રમતા કૂલ-૦૫ ઇસમો હિતેષભાઇ અતુલભાઇ ત્રિવેદી (ઉ.વ.૨૮) રહે-ભડીયાદ કાંટે વિધ્યાનગર તા.જી.મોરબી, રસીકભાઇ ભીખાભાઇ ધોળકીયા (ઉ.વ.૫૬) રહે- ભડીયાદ કાંટે વિધ્યાનગર તા.જી.મોરબી તા.જી.મોરબી, હસમુખભાઇ અતુલભાઇ ત્રિવેદી (ઉ.વ.૨૧) રહે-ભડીયાદ કાંટે વિધ્યાનગર તા.જી.મોરબી, સંતોષભાઇ મેરાભાઈ ઇટોદરા (ઉ.વ.૨૬) રહે-રામાદેવપીર ઢોળા પાસે રામદેવનગર ભડીયાદ તા.જી.મોરબી, જયેન્દ્રસિંહ ઉર્ફે જયુભાઇ પંચાણજી ઝાલા (ઉ.વ.૩૬) રહે-રામદેવનગર ભડીયાદ તા.જી. મોરબીવાળાને રોકડ રૂ.૩૧,૦૫૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી મજકૂર ઇસમો વિરૂદ્ધ જુગારધારા હેઠળ ગુન્હો નોંધી કાર્યવાહી કરેલ છે.

RELATED ARTICLES

Most Popular