HomeMorbiમગફળીના વાવેતરમાં ટ્રેક્ટર ચલાવતાં રોક્યો તો પથ્થરથી હુમલો: ખરેડા ગામે આધેડને કાનના...

મગફળીના વાવેતરમાં ટ્રેક્ટર ચલાવતાં રોક્યો તો પથ્થરથી હુમલો: ખરેડા ગામે આધેડને કાનના ભાગે ઈજા

મોરબીના ખરેડા ગામની સીમમાં મગફળીના વાવેતરમાં ટ્રેક્ટર ચલાવવાના મુદ્દે વાડી પડોશીઓ વચ્ચે વિવાદ થયો હતો. ટ્રેક્ટર ચલાવવાની ના પાડતાં ઉશ્કેરાયેલા શખ્સે પથ્થર મારતાં આધેડને કાનના ભાગે ઈજા થઈ હતી.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ખરેડા ગામે રહેતા ૫૫ વર્ષીય બચુભાઈ મહાદેવભાઈ ચાડમીયાએ તેમના જ ગામના આરોપી રમેશભાઈ કુગસીયા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદિની વાડીમા મગફળીનુ વાવેતર કરેલ હોય જેમા આરોપીએ મોલની અંદર ટ્રેક્ટર ચલાવેલ હોય જેથી ફરીયાદિએ ના પાડતા આરોપી એકદમ ઉશકેરાઈ જઈ તેમના હાથમા રહેલ પથર ફરીયાદિને કાનના ભાગે મારી ઈજા પહોચાડી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular