HomeMorbiહળવદમાં જુગાર રમતા 6 ઝડપાયા, રૂ. 63,200 રોકડ સાથે પોલીસની કાર્યવાહી
હળવદમાં જુગાર રમતા 6 ઝડપાયા, રૂ. 63,200 રોકડ સાથે પોલીસની કાર્યવાહી
હળવદના વૈજનાથ પાર્કમાં રહેણાંક મકાનમાં જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી 6 ઈસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી કુલ રૂ. 63,200ની રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ હળવદ તાલુકા પોલીસ સ્ટાફને મળેલ બાતમીના આધારે હળવદ વૈજનાથ પાર્કમાં આરોપી પ્રવિણ ચંદુભાઇ ઠાકર રહે.હળવદ વૈજનાથ પાર્ક તા.હળવદ જી.મોરબી વાળાના રહેણાંક મકાને જુગાર અંગે રેઇડ કુલ ૦૬ આરોપી પ્રવિણ ચંદુભાઇ ઠાકર રહે.હળવદ વૈજનાથ પાર્ક, તા.હળવદ, હિતુભા સામંતસિંહ ઝાલા રહે હળવદ સ્વામીનારાયણ નગર, તા.હળવદ, અશ્વિન ગટુરભાઈ વડેચા રહે.ગામ સુંદરગઢ તા.હળવદ, ભરત ગાંડુભાઈ છનીયારા રહે સાનિધ્ય પાર્ક મહેન્દ્રનગર મોરબી, પ્રવિણ દોલુભાઈ રાઠોડ રહે હળવદ રૂદ્રપાર્ક તા.હળવદ જી.મોરબી, રસીક રેવાભાઈ ઉઘરેજા રહે.ગામ.કીડી તા.હળવદવાળાને કુલ રોકડ રકમ રૂ.૬૩,૨૦૦/- ના મુદામાલ સાથે પકડી જુગાર ધારા મુજબનો ગુન્હો રજી. કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.