HomeMorbiલૂંટાવદરના બંધ કારખાનામાં તસ્કરોનો તરખાટ: રૂ. 4.25 લાખના કોપર વાયર ચોરી ઉઠાવ્યા

લૂંટાવદરના બંધ કારખાનામાં તસ્કરોનો તરખાટ: રૂ. 4.25 લાખના કોપર વાયર ચોરી ઉઠાવ્યા

મોરબીના લૂંટાવદર ગામની સીમમાં બંધ પડેલા ‘ક્યોર અર્થ’ કારખાનાને તસ્કરોએ નિશાન બનાવ્યું. શેડમાં ઘૂસી પેનલ બોર્ડ અને મશીનોમાંથી આશરે 1776 ફૂટ કોપર વાયર કાપી રૂ. 4.25 લાખની મત્તા ચોરી ફરાર થઈ ગયા. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના નવા બસ સ્ટેન્ડ સામે પરિશ્રમ એપાર્ટમેન્ટ સ્વસ્તિક કો.ઓ. સોસાયટીમાં રહેતા રાજેન્દ્રભાઈ મનજીભાઈ બાવરવાએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના કયોર અર્થ નામના માલીકીના કારખાનામાં કોઈ અજાણ્યા ઇસમએ મોડી રાતના સમયે કારખાનામાં બંધ દિવાલની સેડના બાકોરામાંથી ચોરી કરવાના ગુન્હાહીત ઇરાદે પ્રવેશ કરી અંદરથી શટરના નટબોલ ખોલી સેડમાં રહેલ પેનલ બોર્ડ થી મેન્યુકચરીંગના તમામ મશીનના અલગ અલગ સાઇઝના કોપર વાયરના કેબલ અંદાજે ૧૭૭૬ ફૂટ જેની અંદાજે કી.રૂ. ૪,૨૫,૦૦૦/- મુદામાલ કોપર વાયર ચોરી લઈ ગયા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular