HomeMorbi“તેરા તુજકો અર્પણ” : મોરબી પોલીસે રૂ. 5.10 લાખના 31 ખોવાયેલા મોબાઈલ...
“તેરા તુજકો અર્પણ” : મોરબી પોલીસે રૂ. 5.10 લાખના 31 ખોવાયેલા મોબાઈલ શોધી માલિકોને પરત કર્યા
CEIR પોર્ટલની મદદથી મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ટેકનિકલ વર્કઆઉટ કરી 31 ખોવાયેલા/ચોરાયેલા મોબાઈલ શોધી કાઢ્યા. આશરે રૂ. 5.10 લાખની કિંમતના મોબાઈલ મૂળ અરજદારોને પરત સોંપી પોલીસે “પોલીસ પ્રજાની મિત્ર” સૂત્રને સાર્થક કર્યું.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનના સુપરવિઝન હેઠળ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનના અરજદારોના ખોવાયેલ/ચોરાયેલ મોબાઇલ શોધી કાઢવા સ્ટાફને સુચના કરેલ હોય જે અનુસંધાને પોલીસે “CEIR” પોર્ટલનો ઉપયોગ કરી “CEIR” માં એન્ટ્રી કરી સતત મોનીટરીંગ રાખી ટેકનીકલ વર્ક આઉટ કરી મોબાઇલો-૩૧ જેની આશરે કિ.રૂ. ૫,૧૦,૦૦૦/- ના શોધી કાઢી, એક સાથે પરત અપાવી સુરક્ષા સાથે સેવાનુ ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે એ સુત્ર મોરબી પોલીસે સાર્થક કરેલ છે.