HomeMorbiબારીના સળિયા તોડી તસ્કરોનો તરખાટ! મોરબીમાં રૂ.1.80 લાખના કોપર વાયરની ચોરી
બારીના સળિયા તોડી તસ્કરોનો તરખાટ! મોરબીમાં રૂ.1.80 લાખના કોપર વાયરની ચોરી
મોરબીના ઘુટુ રોડ પર આવેલી એ.સી. રિપેરિંગની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી પાછળની બારીના સળિયા તોડી અંદર પ્રવેશ કર્યો હતો. તસ્કરો આશરે 100 કિલો કોપર વાયર, કેબલ સહિત રૂ.1.80 લાખનો મુદ્દામાલ ચોરી ફરાર થઈ ગયા હતા.
આ અંગે મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના સમલી ગામે રહેતા કૌશિકભાઈ ત્રિભોવનભાઈ પટેલ (ઉ.વ.૪૨) એ આરોપી અજાણ્યા ચોર ઈસમો વિરૂદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના ડાયમંડ રેફ્રીજરેશન નામની દુકાનમાં કોઇ અજાણ્યા ચોર ઇસમે બંધ દુકાનની પાછળ આવેલ લોખંડની બારીના સળીયા તોડી ચોરી કરવાના ગુન્હાહીત ઇરાદે પ્રવેશ કરી દુકાનમાં રહેલ નવા શુધ્ધ કોપર વાયરના ફીંડલા તથા નાના-મોટા કોપર વાયરના ટુકડા મળી અંદાજે ૧૦૦ કીલો કોપર વાયર (કેલબ તથા સુધ્ધ કોપર વાયર) કી.રૂ. ૧, ૮૦,૦૦૦/- કોપર વાયર/કેબલ વાયરની ચોરી કરી કરી લઈ ગયા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.