HomeMorbiવાંકાનેરના કોઠારીયામાં તસ્કરોનો તરખાટ! બંધ મકાનમાંથી રૂ.1.60 લાખની મત્તા ચોરી
વાંકાનેરના કોઠારીયામાં તસ્કરોનો તરખાટ! બંધ મકાનમાંથી રૂ.1.60 લાખની મત્તા ચોરી
વાંકાનેરના કોઠારીયા ગામે બંધ મકાનના તાળા તોડી તસ્કરો સોના-ચાંદીના દાગીના અને રૂ.10 હજાર રોકડ સહિત કુલ રૂ.1.60 લાખની મત્તા ચોરી કરી ફરાર થઈ ગયા. બનાવ અંગે તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામે રહેતા ઉસ્માન ગનીભાઈ માથકિયાએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે કોઇ અજાણ્યો ચો૨ ઇસમ ફરિયાદીના રહેણાક મકાનના મુખ્ય દરવાજાનું તાળુ તોડી મકાનમા પ્રવેશ કરી ફરિયાદિના રહેણાક મકાનના બે રૂમો પૈકી ડાબી બાજુના રૂમમા રાખેલ કબાટનો લોક કોઈ હથીયારથી કોઇપણ રીતે તોડી કબાટના ખાનામાં રાખેલ ફરિયાદિના પત્ની જેનમબેનના સોના ચાંદીના દાગીના જેમા સોનાનો હાંસડી હાર, સોનાની પોંચી, સોનાની વીંટી. સોના ના કાનના એરીંગ સોનાની સેર દિકરી શફીનાબેનના ચાંદીના સાંકળા મળી કિ.રૂ. ૧,૫૦, ૦૦૦તથા રૂ. ૧૦,૦૦૦ રોકડા મળી કુલ રૂ. ૧,૬૦,૦૦૦ ની માલ મતાની ચોરી કરી નાસી ગયા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.