HomeMorbiજૂની અદાવતનો ખાર: વેપારી પર છરી વડે હુમલો, રૂ. 24 હજારની લૂંટ
જૂની અદાવતનો ખાર: વેપારી પર છરી વડે હુમલો, રૂ. 24 હજારની લૂંટ
મોરબીના સાપર ગામની સીમમાં પાવડીયારી કેનાલ નજીક ચાર શખ્સોએ જૂની અદાવતનો ખાર રાખી વેપારી પર છરી વડે હુમલો કરી ખિસ્સામાંથી રૂ.24 હજાર કાઢી લીધા હોવાની ફરિયાદ નોંધાઈ છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના સાપર ગામની સીમમાં આવેલ પાવડીયારી માર્કેટના શોપીંગમા રહેતા અને મજુરી કામ કરતા ફરીદ યાસીનભાઈ મેર એ આરોપી ઇકો રહે. ખીરઈ તા. માળિયા મીયાણા તથા શીકલો, મુખી અને કારો વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના શેઠ ઇકબાલભાઈના ભાઈ તૈયબભાઇએ થોડા દીવસો પહેલા આરોપી ઇકા સામે માળીયા પોલીસ સ્ટેશનમાં મારામારીની ફરીયાદ કરેલ હોય જેનો રોષ રાખીને ચારેય આરોપીઓ સમાન ઇરાદો પાર પાડવા નંબર વગરની કાળા કલરની સ્કોર્પીયો કાર લઇને આવી ફરીયાદી તથા સાથી ઇકબાલભાઈને જેમ ફાવે તેમ ગાળો બોલી ઢીકાપાટુનો મુંઢ માર મારી છરી બતાવી ફરીયાદીના ખીસ્સામાં રહેલ મુરઘીના થડાના બે દીવસના હીસાબના રૂ.૨૪,૦૦૦/- ખીસ્સા માંથી કાઢી લઈ લુંટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.