HomeMorbiમોરબીમાં પરિણીતાનો સાસરિયાં સામે ત્રાસનો આક્ષેપ, મહિલા પોલીસમાં ફરિયાદ

મોરબીમાં પરિણીતાનો સાસરિયાં સામે ત્રાસનો આક્ષેપ, મહિલા પોલીસમાં ફરિયાદ

મોરબીના બોરીચા વાસમાં પિયરમાં રહેતી પરિણીતાએ પતિ અને સાસુ વિરુદ્ધ શારીરિક-માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવતા મહિલા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી શહેરમાં આવેલ બોરીચા વાસમાં પિયરમાં રહેતા મિલનબેન રામજીભાઈ ગોજીયા એ આરોપી હિતેશ ઉર્ફે જીતુ અરજણભાઈ કરંગીયા તથા મણીબેન અરજણભાઈ કરંગીયા રહે. બંને જામનગરવાળા વિરુદ્ધ મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીને તેના પતિ તથા સાસુ એ અવાર નવાર નાની નાની બાબતોમાં હેરાન પરેશાન કરી શારીરીક અને માનસીક દુ:ખ ત્રાસ આપતા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular