HomeMorbiશનાળા બાયપાસે રહેણાંક ઓરડી બની ‘દારૂનો અડ્ડો’! વિદેશી દારૂ-બિયરના જથ્થા સાથે શખ્સ...

શનાળા બાયપાસે રહેણાંક ઓરડી બની ‘દારૂનો અડ્ડો’! વિદેશી દારૂ-બિયરના જથ્થા સાથે શખ્સ ઝડપાયો

મોરબીના શનાળા બાયપાસ પાસે ગોકુલનગર ગોશાળા નજીક તળાવ પાસેની રહેણાંક ઓરડીમાંથી વેચાણના ઇરાદે રાખેલો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો. સિટી એ-ડિવિઝન પોલીસે રૂ.30,574ના મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના શનાળા બાયપાસ પાસે આવેલા ગોકુલનગર ગોશાળા નજીક તળાવની બાજુમાં આવેલી રહેણાંક ઓરડીમાં વેચાણ કરવાના ઇરાદાથી રાખેલ વિદેશી દારૂના ચપલા નંગ -૧૫૬ તથા બિયર ટીન નંગ -૩૦ મળી કુલ કિંમત રૂપિયા ૩૦૫૭૪ નાં મુદ્દામાલ સાથે આરોપી શનીભાઈ ઉર્ફે શનીયો શાંતિલાલ કડેવાર (ઉં.વ. ૩૨) રહે. ગોકુલનગર, શનાળા બાયપાસ મોરબીવાળાને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular