HomeMorbiમોરબીમાં તીનપત્તીની રમતમાં ‘સાત’ ખેલાડીઓ ઝડપાયાં
મોરબીમાં તીનપત્તીની રમતમાં ‘સાત’ ખેલાડીઓ ઝડપાયાં
મોરબીના ખાખરેચી દરવાજા પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા 7 ઈસમોને સિટી એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા. પોલીસે સ્થળ પરથી રૂ.5,800 રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કરી જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મોરબીના ખાખરેચી દરવાજા પાસે જાહેરમાં જુગાર રમતા સાત ઇસમો પ્રીન્સ અનિલભાઇ કૈલા રહે. પારેખ શેરી મોરબી, ધર્મેશભાઈ પ્રફુલભાઈ સોલંકી, પાર્થ મુકેશભાઈ રાવ, વરૂણભાઈ હિતેશભાઇ ચૌહાણ, મિલનભાઈ મથુરભાઈ ડાભી જાતે ભરવાડ, રહે. ચારે ખાખરેચી દરવાજા મોરબી, રોહનભાઈ સંજયભાઈ ધામેચા, મોચી શેરી મોરબી , ઋત્વીકભાઈ હરેશભાઇ ટોયટા રહે. ભરવાડ શેરી મોરબીવાળાને રોકડ રૂપિયા ૫૮૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.