HomeMorbiમોરબીમાં રખડતા ઢોર સામે મનપાની કડક કાર્યવાહી: 3,706 પશુઓ પકડાયા
મોરબીમાં રખડતા ઢોર સામે મનપાની કડક કાર્યવાહી: 3,706 પશુઓ પકડાયા
મોરબી મહાનગરપાલિકાના હદ વિસ્તાર માથી ANCD શાખા દ્વારા મોરબી મહાનગપાલિકા બન્યા પછી આજદિન સુધીમાં જાહેર માર્ગ પરથી 3,706 પશુ પકડેલ છે.
મોરબી મહાનગરપાલિકાના ANCD શાખા દ્વારા આ અઠવાડીયા દરમિયાન 29 પશુઓને પકડવામાં આવેલ છે અને તેમજ મોરબી મહાનગરપાલિકા બન્યા પછી આજદિન સુધીમાં જાહેર માર્ગ પર અડચણ રૂપ થતાં 3,735 રખડતા પશુઓને પકડવામાં આવ્યા છે. વિવિધ વિસ્તારમાંથી તથા જાહેર માર્ગો પર રખડતાં ઢોર પકડીને મોરબી જિલ્લાની આજુ-બાજુની ગૌશાળા, નંદીઘર તથા પાંજરાપોળ માં મૂકવામાં આવ્યા છે.
આ ઉપરાંત મોરબી મહાનગરપાલિકા હસ્તકના નંદીઘરમાથી 600થી વધુ પશુઓને જુદી-જુદી ગૌશાળા તથા પાંજરાપોળ ખાતે મોકલવામાં આવેલ છે. મોરબી મહાનગરપાલિકાની ANCD શાખા દ્વારા 306 પશુ માલિકોને લાયસન્સ આપવામાં આવેલ છે. તદુપરાંત 33 લોકોને ઘાસ વેચાણ માટેની પરમિટ આપેલ છે. આ ઉપરાંત 49 નાગરિકો ના પેટડોગનું રજીસ્ટેશન કર્યું છે. પશુ માલિકો ને પણ રજીસ્ટ્રેશન કરવા તથા પેટડોગ માલિકને પોતાના પેટડોગનું રજીસ્ટ્રેશન કરવા માટે અપીલ કરી છે.
આ ઉપરાંત કુલ 2,920 પશુઓનું RFID તથા Tagging કરવામાં આવ્યું છે. અને RFID તથા Taggingની કામગીરી આગામી સમયમાં મોરબી મહાનગરપાલિકાની ANCD શાખા દ્વારા યથાવત રહેશે.અને આગામી સમયમાં પશુઓ પકડવાની કામગીરી યથાવત રહેશે.