HomeMorbiવિશિપરા મેઈન રોડ પર તીનપત્તીનો ખેલ, 7 જુગારીઓ પોલીસના સકંજામાં
વિશિપરા મેઈન રોડ પર તીનપત્તીનો ખેલ, 7 જુગારીઓ પોલીસના સકંજામાં
મોરબીના વિશિપરા-રોહિદાસપરા મેઈન રોડ પર જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા સાત ઈસમોને સિટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી રૂ.16,650 રોકડ મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મોરબીના વિશિપરા રોહિદાસપરા મેઈન રોડ પર જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા સાત ઈસમો ભાવેશભાઈ મનસુખભાઈ મકવાણા, તુલશીભાઇ છગનભાઇ ચૌહાણ, જીજ્ઞેશભાઈ મનસુખભાઈ મકવાણા, આકાશભાઇ દિનેશભાઇ બોસીયા, સુમીતભાઈ જેન્તીભાઈ સારેસા, કિશોરભાઈ બાબુભાઈ જાવદ, દિપકભાઇ રવજીભાઇ ચૌહાણ રહે. બધા રોહીદાસપરા મેઇન રોડ વીશીપરા મોરબીવાળાને રોકડ રૂપિયા ૧૬૬૫૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.