HomeMorbiમોરબીના રામપરના સુંદરી ભવાની માતાજીના મંદિરમાં તસ્કરોનો હાથફેરો: રૂ.6 લાખથી વધુના દાગીના-રોકડની...
મોરબીના રામપરના સુંદરી ભવાની માતાજીના મંદિરમાં તસ્કરોનો હાથફેરો: રૂ.6 લાખથી વધુના દાગીના-રોકડની ચોરી
મોરબી તાલુકાના રામપર (નવા નાગડાવાસ) ગામે રાઠોડ પરિવારના કુળદેવી શ્રી સુંદરી ભવાની માતાજીના મંદિરમાં તસ્કરોએ મોડી રાત્રે તાળા-નકુચા તોડી ઘૂસીને માતાજીને ચડાવેલા સોના-ચાંદીના દાગીના, ચાંદીની મૂર્તિ અને રોકડ સહિત રૂ.6 લાખથી વધુની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાતા તપાસ શરૂ કરવામાં આવી છે.
આ અંગે મળતી માહિતી મુજબ મૂળ મોરબીના નવા નાગડાવાસના વતની અને હાલ રાજકોટ રહેતા ૪૨ વર્ષીય મૌલિકભાઈ કરશનભાઈ રાઠોડએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ચોર ઇસમે મોડી રાતના સમયે રામપર (નવા નગાડાવાસ) ગામના રાઠોડ પરીવારના કુળદેવી શ્રી સુંદરી ભવાની માતાના મંદિરના પરીસર અને ગર્ભગૃહના તાડાનો નકુચા તોડી ચોરી કરવાના ઇરાદે ગુન્હાહીત અંદર છુપી રીતે પ્રવેશ કરી ગર્ભગૃહમાં માતાની મુર્તિ ઉપર ચડાવેલ નાના મોટા વજનના સોના ચાંદિના દાગીના તથા ચાદીની મુર્તી અંદાજે કી.રૂ. ૬,૦૦,૦૦૦/- તથા રોકડા રૂપીયા ૨૫૦૦/- મળી કુલ ૬,૦,૨૫૦૦/- ના મુદામાલની ચોરી કરી લઇ ગયા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.