HomeMorbiસુસવાવના વોકળમાં ‘ત્રણ પત્તી’નો ખેલ ભારે પડ્યો: હળવદ પોલીસ ત્રાટકી, 8 જુગારીઓ...
સુસવાવના વોકળમાં ‘ત્રણ પત્તી’નો ખેલ ભારે પડ્યો: હળવદ પોલીસ ત્રાટકી, 8 જુગારીઓ ઝડપાયા
હળવદ પોલીસના સર્વેલન્સ સ્ટાફે બાતમીના આધારે સુસવાવ ગામ નજીક આવેલા વોકળમાં જુગારની રેઇડ કરી હતી. સ્થળ પરથી 8 આરોપીઓને રૂ.41,500ની રોકડ સાથે ઝડપી જુગારધારા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી છે.
હળવદ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને મળેલ બાતમીના આધારે સુસવાવ ગામ પાસે આવેલ વોકળમાં જાહેરમાં જુગાર અંગે રેઇડ કરી આઠ ઈસમો લખમણભાઈ રણછોડભાઈ માલકિયા રહે ગામ.સુસવાવ તા.હળવદ, દિવ્યેશભાઈ મનીષભાઈ માલકિયા રહે ગામ સુસવાવ તા.હળવદ, રવજીભાઈ હમીરભાઈ રાઠોડ રહે.સુસવાવ તા.હળવદ, સબીરભાઈ ગુલામભાઈ ભટ્ટી રહે.જંગરીવાસ મોરબી દરવાજા પાસે હળવદ તા.હળવદ, દિનમહમદ ગુલમામદ રાઉમા રહે. ગામ સુસવાવ તા.હળવદ, મેહુલભાઈ મનસુખભાઈ માલકિયા રહે. ગામ સુસવાવ તા.હળવદ, સુજલભાઈ નરેશભાઈ માલકિયા રહે. ગામ સુસવાવ તા.હળવદ, નરેશભાઈ ગોવિંદભાઈ માલકિયા રહે ગામ.સુસવાવ તા.હળવદવાળાને રોકડ રકમ રૂ.૪૧,૫૦૦/- ના મુદામાલ સાથે આરોપી-૮ ને પકડી આરોપી વિરુધ્ધ જુગાર ધારા મુજબનો ગુન્હો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.