HomeMorbiમોરબીમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા 9 ઝડપાયા, રૂ. 24,300 રોકડ જપ્ત

મોરબીમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા 9 ઝડપાયા, રૂ. 24,300 રોકડ જપ્ત

મોરબી કંડલા બાયપાસ રોડ પર તુલસી પાર્ક શેરી નં. 3માં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા 9 ઈસમોને સીટી એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે રૂ. 24,300ની રોકડ સહિત મુદ્દામાલ જપ્ત કરી જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મોરબી કંડલા બાયપાસ રોડ પર તુલસી પાર્ક શેરી નંબર-૦૩ જાહેરમાં જુગાર રમતા 9 ઇસમો કાનજીભાઈ ઉર્ફે કાનાભાઈ સામતભાઈ કુંભારવાડીયા, દેવદાનભાઈ આઇદાનભાઈ કુંભારવાડીયા, પ્રવીણભાઈ સામતભાઈ બાળા, રમેશભાઈ લાખાભાઈ સવસેટા, અનિલભાઈ શાંતિભાઈ ગૌસ્વામી, વિજયભાઈ આઇદનભાઈ જીલરીયા, ભરતભાઈ બાબુભાઈ બોરીચા, ભરતભાઈ છગનભાઈ ગોગરા, મયુર સિંહ રાજેન્દ્રસિંહ પરમાર રહે બધા મોરબી વાળાને રોકડ રકમ 24,300 ના મુદ્દા માલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

RELATED ARTICLES

Most Popular