HomeMorbiવાંકાનેરના સરતાનપર પાસે બાઈક ચલાવવા બાબતે બોલાચાલીનો કરૂણ અંત: પિતા-પુત્ર સહિત ૯...

વાંકાનેરના સરતાનપર પાસે બાઈક ચલાવવા બાબતે બોલાચાલીનો કરૂણ અંત: પિતા-પુત્ર સહિત ૯ મજૂરો પર લાકડીઓથી હુમલો

વાંકાનેરના સરતાનપર ગામની સીમમાં બાઈક ચલાવવા બાબતે થયેલી બોલાચાલી ઉગ્ર બની હતી. આરોપીઓએ લાકડીઓ વડે હુમલો કરતાં પિતા-પુત્ર સહિત ૯ જેટલા શ્રમિકોને ઈજા પહોંચ્યાની ફરિયાદ વાંકાનેર તાલુકા પોલીસમાં નોંધાઈ છે.

આ અંગે મળતી માહિતી મુજબ મૂળ ઉત્તર પ્રદેશના વતની અને હાલ વાંકાનેર ના સરતનપર ગામની સીમમાં મોટો સ્લીમ સીરામીકની લેબરકોલોની માં રહેતા ૨૨ વર્ષીય અભિષેક હુકમસિંગ રાજપુતએ આરોપી વિજય રઘુભાઈ ગોરાલીયા રહે ગામ ભીમગુડા વાંકાનેર, મુકેશ સુરેશ મગવાનિયા, વિષ્ણુ જુગા મગવાનિયા, સુરેશ વરસિંગ મગવાનીયા, મનહર સુરેશ મગવાનિયા, જુગગા વરસિંગ મગવાનીયા વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપી મુકેશ, વિષ્ણુ અને સુરેશ એ ફરિયાદી તથા સાથીઓ સાથે બાઈક ચલાવવા બાબતે બોલાચાલી કરી ઝઘડો કરી ગાળો દઈ ફરિયાદીને જાહેર માર્ગ ઉપર ઉભા રાખી લાકડીઓથી માર મારી ઇજા પહોંચાડી હતી તથા ફરિયાદીના પિતા હુકમસિંગ ને માથાના ભાગે લાકડી વડે ઇજા કરી હતી. ત્યારબાદ આરોપીઓએ ફોન કરી અન્ય શખ્સોને બોલાવી તમામ આરોપીઓએ ફરિયાદી તથા નવ જેટલા સાથીઓને ભૂંડી ગાળો દઈ લાકડીઓ વડે માર મારી ઇજાઓ પહોંચાડી હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular