HomeMorbiઘનશ્યામપુર પાસે દારૂ ભરેલી ઇક્કો કાર ઝડપાઈ: 500 લીટર દેશી દારૂ સાથે...
ઘનશ્યામપુર પાસે દારૂ ભરેલી ઇક્કો કાર ઝડપાઈ: 500 લીટર દેશી દારૂ સાથે ત્રણ શખ્સો પકડાયા, એક આરોપી ફરાર
હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામ નજીક સરા રોડ ઉપર હળવદ પોલીસે બાતમીના આધારે ઇક્કો કારને ઝડપી પાડી હતી. કારમાંથી 500 લીટર દેશી દારૂ, કિંમત રૂ.1 લાખ, તેમજ રૂ.3 લાખની કાર મળી કુલ રૂ.4 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
આ અંગે મળતી માહિતી મુજબ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને મળેલ બાતમીના આધારે ઘનશ્યામપુર ગામ પાસે સરા રોડ ઉપરથી એક ઇક્કો કાર રજીસ્ટર નંબર GJ-13-AM-4027 વાળીમાંથી દેશી દારૂ લીટર ૫૦૦ જેની કિ.રૂ.૧,૦૦,૦૦૦/- નો મુદામાલ તેમજ ઇક્કો કારની કિ.રૂ ૩,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ ૪,૦૦,૦૦૦/- નો મુદામાલ સાથે આરોપી ફિરોજ ફતેખાન મકરાણી, આસીફ મનસુરભાઈ મીર, અફજલ અલ્લારખાભાઈ મકરાણી રહે. ત્રણેય ધાંગધ્રા કબ્રસ્તાન પાસે તા.ધાંગધ્રા જી.સુરેન્દ્રનગરવાળાને પકડી તેમજ દેશી દારૂનો જથ્થો મોકલનાર નહિ પકડાયેલ આરોપી શિવરાજ ગભરૂભાઇ કાળીયા રહે.ગામ ખાટડી તા.ચોટીલા જી.સુરેન્દ્રનગરવાળા વિરુધ્ધ પ્રોહિબીશન એકટ મુજબનો ગુન્હો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.