HomeMorbiમોરબી વન વિભાગમાં બોગસ FD કૌભાંડનો આક્ષેપ: કોન્ટ્રાક્ટર સામે પોલીસ ફરિયાદ

મોરબી વન વિભાગમાં બોગસ FD કૌભાંડનો આક્ષેપ: કોન્ટ્રાક્ટર સામે પોલીસ ફરિયાદ

મોરબી વન વિભાગની ટેન્ડર પ્રક્રિયામાં રૂ.5.91 લાખની બનાવટી બેંક FD રજૂ કર્યાનો કોન્ટ્રાક્ટર સામે ગંભીર આક્ષેપ થયો છે. બનાવટી દસ્તાવેજને સાચો ગણાવી રજૂ કરવાના આરોપસર સિટી બી ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના વેજીટેબલ રોડ પર આવેલ ફોરેસ્ટ કોલોનીમાં રહેતા અને નોકરી કરતા કરશનભાઈ ગોવાભાઈ ચાવડા (ઉ.વ.૩૯) એ આરોપી ગોવિંદભાઈ નારણભાઈ બારડ રહે. ગામ ઉમરેઠી ગીર જી. ગીર સોમનાથવાળા વિરુદ્ધ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીનુ સને ૨૦૨૪-૨૦૨૫ ની સાલમા રાજકોટ રેન્જના કાર્યક્ષેત્ર હેઠળના આણંદપર બાઘી વિડી વિસ્તારમા બાઉન્ડ્રી વોલનુ કામકાજ કરવા અંગેનુ ટેન્ડર મંજુર થયેલ હોય જે ટેન્ડરનો સિકયુરીટી પેટે એસ.બી. આઇ બેંક તાલાળા બ્રાંચનો ખોટો અને બનાવટી એફ.ડી.આર તૈયાર કરી રૂ મ. ૫,૯૧,૫૧૭/- નો સાચા તરીકે નાયબ વન સંરક્ષક મોરબી વન વિભાગની કચેરી ખાતે રજુ કરી ગુનો કર્યો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular