HomeMorbiરાણેકપરની સીમમાં જુગારધામ પર હળવદ પોલીસનો સપાટો, રૂ. 37,900ની રોકડ સાથે 6...
રાણેકપરની સીમમાં જુગારધામ પર હળવદ પોલીસનો સપાટો, રૂ. 37,900ની રોકડ સાથે 6 જુગારી ઝડપાયા
હળવદ તાલુકાના રાણેકપર ગામની પંચાસરી તરીકે ઓળખાતી સીમમાં જાહેરમાં જુગાર રમતા 6 શખ્સોને હળવદ પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસ દ્વારા રૂ.37,900ની રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કરી જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરાઈ છે.
આ અંગે મળતી માહિતી હળવદ તાલુકા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને મળેલ બાતમીના આધારે રાણેકપર ગામની પંચાસરી નામે ઓળખાતી સીમમાં જાહેરમાં જુગાર અંગે રેઈડ કરી કુલ ૦૬ ઇસમો અજીતભાઈ સોમાભાઈ ગોહિલ રહે. હળવદ ગોરી દરવાજા તા.હળવદ, અરવિંદભાઇ ઘનશ્યામભાઈ ચાવડા રહે. હળવદ ભેણીનો ઢાર તા.હળવદ, હિરજીભાઈ લક્ષમણભાઈ સરાવાડીયા રહે. ગામ ઇશ્વરનગર તા.હળવદ, દયારામભાઈ ભીખાભાઈ ધારીયા પરમાર રહે. હળવદ ગોરી દરવાજા તા.હળવદ, અશોકભાઈ નાગજીભાઈ વઢરકીયા રહે.હળવદ ગોરી દરવાજા પાસે તા.હળવદ, અમૃતભાઈ અવચરભાઈ ઓડીયા રહે. હળવદ આશોપાલવ સોસાયટી તા. હળવદવાળાને રોકડ રકમ રૂ.૩૭,૯૦૦/- ના મુદામાલ સાથે પકડી આરોપી વિરુદ્ધ જુગાર ધારા મુજબનો ગુન્હો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.