HomeMorbiવાંકાનેર સબ સ્ટેશન રિએક્ટર ચોરીમાં પોણા બે વર્ષથી ફરાર 3 આરોપી ઝડપાયા
વાંકાનેર સબ સ્ટેશન રિએક્ટર ચોરીમાં પોણા બે વર્ષથી ફરાર 3 આરોપી ઝડપાયા
વાંકાનેર સિટી સબ સ્ટેશનના રિએક્ટર ચોરીના ગુનામાં લાંબા સમયથી નાસતા ફરતા ત્રણ આરોપીઓને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડ્યા છે. ધરમપુર રોડ પર સુરાપુરા દાદા મંદિર નજીકથી બાતમીના આધારે ત્રણેય આરોપીઓ ઝડપાયા હતા.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને ખાનગી રાહે બાતમી મળેલ કે, “વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના રીયકટર ચોરીના ગુન્હામાં છેલ્લા પોણા બે વર્ષથી નાસતા ફરતા ત્રણ આરોપીઓ હાલ ધરમપુર રોડ સુરાપુરા દાદા મંદિર પાસે ઉભેલ હોય” જે બાતમીના આધરે બાતમીવાળી જગ્યાએ થી નત્રણ આરોપીઓ અરવિંદભાઈ બચુભાઇ વિરમગામીયા (ઉ.વ.૩૩) રહે-વીસીપરા મદીના સોસાયટીમાં મોરબી-૦૧, વનરાજભાઈ દેવરાજભાઇ કુંઢીયા (ઉ.વ.૨૦) રહે-લીલાપર ચોકડી જોગમાયા દુકાનની પાછળ તા.જી.મોરબી તથા કાટીયો ઉર્ફે અશોકભાઈ નરસીભાઇ વિરમગામીયા (ઉ.વ.૩૫) રહે-કુળદેવ પાનની બાજુમાં મફતીયાપરા મોરબીવાળાને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ તપાસ અર્થે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવા તજવિજ કરેલ છે.