HomeMorbiમોરબીમાં વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી કંટાળીને પરિણીતે જીવન ટૂંકાવ્યું

મોરબીમાં વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી કંટાળીને પરિણીતે જીવન ટૂંકાવ્યું

મોરબીની ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા મજૂરીકામ કરતા અમૃતસિંહ જાડેજાએ વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને આપઘાત કરી લેતા ચકચાર મચી છે. પત્નીની ફરિયાદના આધારે મોરબી સિટી બી ડિવિઝન પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબીની ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા ઈલાબા અમૃતસિંહ જાડેજાએ આરોપી મયુરભાઇ ડોડીયા રહે. ચરાડવા ગામ તા. હળવદ તથા યુવરાજભાઈ ઉર્ફે લાલાભાઈ રહે. કોંઢ ગામ જી. સુરેન્દ્રનગરવાળા વિરુદ્ધ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના પતિ અમૃતસિંહ દાનુભા જાડેજાનો ધંધો બરાબર ના ચાલતા આરોપી મયુરભાઇના કહેવાથી આરોપી યુવરાજએ ફરીયાદિના પતિને રૂ.૩,૫૦,૦૦૦/- વ્યાજે રૂપીયા આપેલ હોય જે ફરીયાદિના પતિએ લિધેલ વ્યાજે રૂપીયાનુ વ્યાજ ચુકવી આપવા છતા આરોપીઓએ એકબીજાને મદદગારી કરી ફરીયાદિના પતિની ફોર વ્હીલ કાર રજીસ્ટર નંબર GJ-36-AR-8000 વાળી પોતાની પાસે રાખી ફરીયાદિના પતિએ પરત માંગતા વ્યાજે લીધેલ રૂપીયાની પઠાણી ઉઘરાણી કરી અવાર નવાર ફોન કરી હેરાન પરેશાન કરી ફરીયાદિના પતિને મરવા મજબુર કરતા કંટાળી જઈ પોતાની જાતે ગળે ફાંસો ખાઇ આત્મ હત્યા કરી લિધી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular