HomeMorbiવાંકાનેરના મેસરીયાથી ભલગામ જતા રસ્તે જાહેરમાં જુગાર પાંચ ઈસમો ઝડપાયાં
વાંકાનેરના મેસરીયાથી ભલગામ જતા રસ્તે જાહેરમાં જુગાર પાંચ ઈસમો ઝડપાયાં
વાંકાનેર તાલુકાના મેસરીયાથી ભલગામ જતા રસ્તે જાહેરમાથી જુગાર રમતા પાંચ ઇસમોને રોકડ રૂપીયા ૧૪,૯૫૦/- ના મુદ્દામાલ સાથે વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમે ઝડપી પાડયા છે.
વાંકાનેર તાલુકાના સર્વેલન્સ સ્ટાફ પોલિસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન મેસરીયાથી ભલગામ જતા રસ્તે જાહેરમાં જુગાર રમતા પાંચ ઇસમો ઉતમભાઇ ગોરધનભાઈ ભાલીયા, દિનેશભાઇ ભુપતભાઇ ફતેપરા, રમેશભાઈ રાયધનભાઈ ભાલીયા, ભાવેશભાઇ વલ્લભભાઇ ભાલીયા, શીવરાજભાઇ ખોડાભાઇ ભાલીયા રહે. બધા ભલગામ તા. વાંકાનેરવાળાને રોકડ રૂ.૧૪,૯૫૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી તમામ ઇસમો વિરુધ્ધ જુગારધારા મુજબનો ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.