HomeMorbiNDPS કેસમાં પોલીસને ચકમો આપી ફરતો આરોપી આખરે ઝડપાયો: વાંકાનેર બાઉન્ટ્રી પુલ...

NDPS કેસમાં પોલીસને ચકમો આપી ફરતો આરોપી આખરે ઝડપાયો: વાંકાનેર બાઉન્ટ્રી પુલ પાસે SOGની કાર્યવાહી

વાંકાનેરમાં NDPSના ગુનામાં લાંબા સમયથી ફરાર આરોપીને ઝડપી પાડવામાં મોરબી SOGને સફળતા મળી છે. ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરી SOGએ સુદિપ ઉર્ફે સન્ની ઉર્ફે દરબાર પીપળીયાને ઝડપી લીધો હતો.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી એસ.ઓ.જી. સ્ટાફને મળેલ બાતમીના આધારે વાકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ.ના ગુનામાં નાસ્તો ફરતો આરોપી સુદિપભાઈ ઉર્ફે. સન્ની ઉર્ફે.દરબાર નરોતમભાઈ પીપળીયા રહે.થાન જોગ આશ્રમ પાછળ તા.થાન જી.સુરેન્દ્રનગર હાલ રહે ફુલવાડી ચાયડા વિસ્તાર થાનગઢ જીલ્લો સુરેન્દ્રનગર વાળો વાકાનેર બાઉન્ટ્રી પુલ પાસે હોવાની બાતમી આધારે એસ.ઓ.જી. સ્ટાફને વાકાનેર બાઉન્ટ્રી પુલ પાસેથી મળી આવતા આગળની કાર્યવાહી માટે વાકાનેર સીટી પોલીસ સ્ટેશનને સોપેલ છે.

RELATED ARTICLES

Most Popular