HomeMorbiટંકારામાં પોલીસનો સપાટો: બે સ્થળે જુગારના અડ્ડા પર દરોડા, મનપાના કર્મચારી સહિત...
ટંકારામાં પોલીસનો સપાટો: બે સ્થળે જુગારના અડ્ડા પર દરોડા, મનપાના કર્મચારી સહિત 9 પત્તાપ્રેમી પકડાયા,
ટંકારા પોલીસે બાતમીના આધારે પોલીસે બે અલગ-અલગ સ્થળોએ કડક કાર્યવાહી હાથ ધરીને કુલ 9 ઇસમોની અટકાયત કરી છે, જ્યારે 1 શખ્સ નાસી છૂટવામાં સફળ રહ્યો છે. આ બંને દરોડા દરમિયાન પોલીસે રોકડ રકમ, મોબાઈલ અને ગંજીપત્તા મળીને કુલ રૂ. 1,80,700નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની તપાસ તેજ કરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ પ્રથમ દરોડામાં, ટંકારા પોલીસ સર્વેલન્સ સ્ટાફે હડમતીયા ગામની સીમમાં દરોડો પાડ્યો હતો. જ્યાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમી રહેલા જેરામભાઈ ખાખરીયા, સાગરભાઈ ખાખરીયા અને કાનજીભાઈ ખાખરીયાને સ્થળ પરથી જ પકડી પાડવામાં આવ્યા હતા. દરોડા દરમિયાન પ્રવિણભાઈ ઉર્ફે ગડુ વાઘેલા નાસી છૂટ્યો હતો. પોલીસે સ્થળ પરથી રોકડા રૂ. 23,200 અને મોબાઈલ સહિત કુલ રૂ. 28,200નો મુદ્દામાલ જપ્ત કરી ફરાર આરોપીની શોધખોળ આદરી છે.
જ્યારે રહેણાંક મકાનમાં ચાલતા અડ્ડા પર દરોડો: મનપા કર્મચારી સહિત 6 પકડાયા
બીજી કાર્યવાહીમાં, ટંકારા-લતીપર રોડ પર સ્થિત ઇન્દ્રપ્રસ્થ-01 સોસાયટીમાં નીરજભાઈ કુકડીયાના મકાનમાં ચાલતી જુગાર ક્લબ પર પોલીસે રેડ પાડી હતી. પોલીસે દરોડા દરમિયાન નીરજભાઈ કુકડીયા, નવઘણભાઈ ઝાપડા, આશિષભાઈ રાઠોડ, સાગરભાઈ રૂપાલા, કેવલભાઈ કલોલા અને પ્રવિણભાઈ કાઠરને રોકડ રકમ સાથે પકડ્યા હતા. ઝડપાયેલા આરોપીઓમાં મોરબી મહાનગરપાલિકાના સ્ટાફનો પણ સમાવેશ થાય છે. આ સ્થળેથી રોકડા રૂ. 92,500 અને રૂ. 60,000ની કિંમતના 6 મોબાઈલ મળી કુલ રૂ. 1,52,500નો મુદ્દામાલ કબજે કરાયો છે.