HomeMorbiહળવદના રાયસંગપુર રોડે સીમ જમીનના વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું: સોનગ્રા પરિવારના...

હળવદના રાયસંગપુર રોડે સીમ જમીનના વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું: સોનગ્રા પરિવારના બે જૂથો વચ્ચે અથડામણ, સામસામે ફરિયાદ

હળવદ તાલુકાના રાયસંગપુર રોડ પર સીમ જમીનમાં જેસીબીથી પાળો બાંધવા અને વાડીના રસ્તાના વિવાદે બે જૂથો સામસામે આવી ગયા હતા. બોલાચાલી બાદ મામલો ઉગ્ર બનતા ધોકા, ધારીયા અને પાવડા સહિતના સાધનો વડે મારામારી થઈ હતી. બનાવ અંગે બંને પક્ષે હળવદ પોલીસ મથકે સામસામે ફરિયાદ નોંધાવી છે.

આ અંગે મળતી માહિતી મુજબ હળવદમાં આવેલ ખારીવાડી રામનગરમાં રહેતા જયંતિભાઈ રણછોડભાઈ સોનગ્રા (ઉ.વ.૪૪) એ આરોપી ઘનશ્યામભાઈ કરશનભાઈ સોનગ્રા, સંજયભાઈ ઘનસ્યામભાઈ સોનગ્રા, પ્રવિણભાઈ ઘનશ્યામભાઈ સોનગ્રા, કૌશલભાઈ રમેશભાઈ સોનગ્રા રહે. મહાદેવનગર તા. હળવદવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીઓ ફરીયાદીની વાડીમા ગેર કાયદેસર પ્રવેશ કરી ફરીયાદી તથા સાથીને ફરીયાદીની જ મીન પર પાળો ન બાંધવા કહી જેમ ફાવે તેમ ગાળો આપી આરોપીઓએ ફરીયાદી તેમજ સાથીઓને ઢીંકા પાટુનો મુંઢ માર મારી આરોપી ઘનશ્યામના હાથમા રહેલ ધોકાથી સાથીને મુંઢ માર મારી તેમજ આરોપી સંજયભાઈ ના હાથમા રહેલ ધારીયા થી સાથીને મુંઢ માર મારી તેમજ આરોપી પ્રવિણભાઈના હાથમાં રહેલ સોરીયાથી સાહેદને મુંઢ માર મારી તેમજ આરોપી કૌશલભાઈના હાથમા રહેલ ધોકાથી સાથીને મુંઢ માર માર્યો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.

જ્યારે સામા પક્ષે હળવદ શહેરમાં આવેલ મહાદેવનગરમા રહેતા સંજયભાઇ ઘનશ્યામભાઈ સોનગ્રા (ઉ .વ.૩૨) એ આરોપી જયંતીભાઈ રણછોડભાઈ સોનગ્રા, યોગેશભાઈ જયંતીભાઈ સોનગ્રા, રણછોડભાઈ અમરશીભાઈ સોનગ્રા, નીતીનભાઈ રણછોડભાઈ સોનગ્રા રહે. ખારીવાડી રામનગર હળવદવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીઓ ફરીયાદીની જમીને ચાલવાના રસ્તે જે.સી.બી.થી પાળો બાંધતા હોય જેથી પાળો ન કરવા ફરીયાદી તથા સાથી કહેતા આરોપીઓ જેમ ફાવે તેમ ગાળો બોલવા લાગેલ અને આરોપી જયંતીભાઈ ના હાથમાં રહેલ સોરીયા થી સાથીને મુંઢ માર મારી તેમજ આરોપી યોગેશભાઈ હાથમા પાવડો લઈ આવી તેમજ આરોપી રણછોડભાઈ હાથમા ધોકો લઈ આવી તેમજ આરોપી નીતીનભાઈ હાથમાં ધારીયુ લઈ આવી ફરીયાદી તથા સાથી સાથે ઝગડો કર્યો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.બંને પક્ષો દ્વારા સામસામે ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular