HomeMorbiટંકારા પોલીસનો સપાટો રાઘવ પોલીમર્શમાં જુગાર રમતા 7 ઝડપાયા
ટંકારા પોલીસનો સપાટો રાઘવ પોલીમર્શમાં જુગાર રમતા 7 ઝડપાયા
ટંકારા તાલુકાના લજાઈ ગામની સીમમાં આવેલ રાઘવ પોલીમર્શમાં જુગાર રમતા સાત શખ્સોને રૂ 2.93.200નો મુદામાલ સાથે ઝડપી પાડયા છે
આ અંગે મળતી માહિતી મુજબ ટંકારા પોલીસના સર્વેલન્સ સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન ટંકારા તાલુકાના લજાઈ ગામની સીમમાં આવેલ રાઘવ પોલીમર્શમાં 7 ઇસમો મીતેશભાઇ દિનેશભાઇ અઘારા (ઉ.વ. 27) રહે. હાલ રવાપર રોડ, શિવાલય હાઇટસ ફલેટ નંબર-૭૦૧, ગૌરવભાઇ નથુભાઇ વરમોરા (ઉ.વ. 31) રહે. શકત શનાળા નવા પ્લોટમાં તા.જી.મોરબી, દિવ્યેશભાઇ ઇશ્વરભાઇ પાડલીયા (ઉ.વ. 32) રહે. શકત શનાળા નવા પ્લોટ તા.જી.મોરબી, વિકાસભાઇ હેમરાજભાઇ રાણીપા (ઉ.વ. 30) રહે. રવાપર શકીત ટાઉનશીપ લોટસ એપાર્ટમેન, રવીકુમાર અમતૃલાલ વાધડીયા (ઉ.વ. 30) રહેરાજપર તા.જી.મોરબી, વીપુલભાઇ ખીમજીભાઇ અમૃતીયા (ઉ.વ. 40) રહે. જેતપર તા.ટંકારા જી.મોરબી, ભાવેશભાઇ મનજીભાઇ જગોદરા (ઉ.વ. 36) રહે. રવાપર ગોલ્ડન માકેટ પાછળ યોગેશ્વર એપાર્ટમેન્ટ મોરબીવાળાને રોકડ રૂ.2,23,200/- અને કુલ મુદ્દામાલ રૂ.2.93.200/- સાથે પકડી પાડી તમામ ઇસમો વિરૂધ્ધ જુગાર ધારા કલમ-૪,૫ મુજબ ટંકારા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે.