HomeMorbiમોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળનો 17મો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો: 97 તેજસ્વી...

મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળનો 17મો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો: 97 તેજસ્વી વિદ્યાર્થીઓનું શિલ્ડ-શૈક્ષણિક કીટથી સન્માન

મોરબી: મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા તા. 30 ઓગસ્ટ, 2026ના રોજ મહેન્દ્રનગર રામવાડી ખાતે 17મો સરસ્વતી સન્માન સમારોહ ઉત્સાહભેર યોજાયો હતો. કાર્યક્રમમાં આહીર સમાજના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા સાથે નિવૃત્ત કર્મચારીઓ અને નવનિયુક્ત અધિકારીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.

સરસ્વતી સન્માન સમારોહમાં વિવિધ વિભાગના આશરે 240 જેટલા વિદ્યાર્થીઓએ પોતાની માર્કશીટ રજૂ કરી હતી. જેમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક મેળવનાર કુલ 97 તેજસ્વી વિદ્યાર્થીઓને શિલ્ડ તથા શૈક્ષણિક કીટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓની સાથે તેમના વાલીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે આહીર સમાજના 6 નિવૃત્ત કર્મચારીઓ તેમજ નવનિયુક્ત ક્લાસ-1 અને ક્લાસ-2 અધિકારીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના સંપૂર્ણ સહયોગીદાતા ચાવડા વિક્રમભાઈ ધીરુભાઈ દ્વારા સંપૂર્ણ યોગદાન આપવામાં આવ્યું હતું.

કાર્યક્રમ માતૃ રામબાઈમાની જગ્યાના સંત પ્રભુદાસજી મહારાજના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. રામધન આશ્રમના મહંતા ભાવેશ્વરીબેન તથા રામબાઈ માં આશ્રમ, મયુરનગરના મહંતા વ્રજકિશોરીબેનના આશીર્વાદ પ્રાપ્ત થયા હતા.

આહીર સમાજના અધિકારીઓ જયશ્રીબેન જરું, નિર્મળભાઈ ગોગરા, ઇલાબેન ચૌહાણ તથા આશિષભાઈ મિયાત્રા દ્વારા વિદ્યાર્થીઓને કારકિર્દીલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

સમાજના અગ્રણીઓ લાખાભાઈ જારીયા, ચંદુભાઈ હુંબલ, અમુભાઈ હુંબલ, ચંદુભાઈ લાવડીયા, અશ્વિનભાઈ ડાંગર, વિપુલભાઈ ગરચર, ભાવિકભાઈ જારીયા, ભુપેન્દ્રભાઈ જારીયા, સીતાબેન હુંબલ, બ્રિજેશભાઈ કુંભારવાડીયા, ડૉ. રામભાઈ વારોતરિયા, મહેન્દ્રભાઈ કચોટ તથા અજયભાઈ ડાંગર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળના મંત્રી મહેશભાઈ ડાંગર દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું, જ્યારે ખજાનચી ગૌરાંગભાઈ ગોહેલ દ્વારા મંડળની કામગીરીનો પરિચય આપવામાં આવ્યો હતો. મંડળના કારોબારી સભ્ય શિલ્પાબેન રાઠોડે આભારવિધિ કરી હતી.

સમગ્ર કાર્યક્રમનું મંચ સંચાલન મંડળના સહમંત્રી રાજેશભાઈ મંઢ તથા રમેશભાઈ છૈયાએ કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે મંડળના તમામ કારોબારી સભ્યોએ જહેમત ઉઠાવી હતી. મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળના પ્રમુખ દિનેશભાઈ હુંબલ દ્વારા વિદ્યાર્થીઓ, વાલીઓ, મહેમાનો તથા આયોજકોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

RELATED ARTICLES

Most Popular