HomeMorbiજૂની બોલાચાલીનો ખાર રાખી વાંકાનેરમાં યુવક પર છરીથી હુમલો

જૂની બોલાચાલીનો ખાર રાખી વાંકાનેરમાં યુવક પર છરીથી હુમલો

વાંકાનેરના નવાપરા-પંચાસર રોડ પર મિત્ર સાથે ખરીદી કરી પરત ફરી રહેલા 27 વર્ષીય યુવકને જૂની બોલાચાલીનો ખાર રાખી એક શખ્સે ગાળો આપી છરીના ઘા માર્યાની ફરિયાદ નોંધાઈ છે. વાંકાનેર સીટી પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેરના નવાપરા પંચાસર રોડ પર રહેતા ૨૭ વર્ષીય સાગરભાઈ ભુપતભાઈ પાટડીયાએ આરોપી શુભમ ભાટી રહે. વિસીપરા તા. વાંકાનેરવાળા વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરિયાદીના મિત્રને આ કામના આરોપી સાથે અગાઉ બોલાચાલી થયેલ હોય તે સમયે આ કામના ફરિ યાદી તેના મિત્રનુ ઉપરાણ લઈને ગયેલ હોય આ બાબતનો ખાર રાખી આરોપીએ ફરિ.ને જેમ ફાવે તેમ ભુંડા બોલી ગાળો આપી તેની પાસે રહેલ છરી વડે ફરિયાદીને ડાબા હાથે બે ઘા મારી ઈજા પંહોંચાડી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular