HomeMorbiહળવદના જૂના ઈશનપુરમાં જમીન-રસ્તાના વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું, યુવક પર હુમલાનો...
હળવદના જૂના ઈશનપુરમાં જમીન-રસ્તાના વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું, યુવક પર હુમલાનો પ્રયાસ
બે મહિલા સહિત ૧૦ શખ્સો સામે ફરિયાદ, ટ્રેક્ટરમાં તોડફોડ કરી જાનથી મારી નાખવાની ધમકી
હળવદ તાલુકાના જૂના ઈશનપુર ગામે ખેતીની જમીન અને રસ્તાના જૂના વિવાદને લઈને યુવક સાથે માથાકૂટ થઈ હતી. ટ્રેક્ટરમાં ખાતર ભરી વાડીએ જઈ રહેલા યુવકને અટકાવી ધારીયા, ધોકા અને પાવડાના હાથા જેવા હથિયારો સાથે હુમલો કરવાનો પ્રયાસ કરાયો હોવાનો આક્ષેપ છે. ટ્રેક્ટરના બોનેટ અને હેડલાઈટમાં તોડફોડ કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા મામલો હળવદ પોલીસ મથકે પહોંચ્યો છે.
આ અંગે મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના જુના ઈશનપુર ગામે રહેતા ૩૬ વર્ષીય ભરતભાઇ પાલાભાઈ મકવાણાએ તેમના જ ગામના આરોપી છનાભાઈ કાનાભાઇ મકવાણા, પ્રકાશ છનાભાઈ મકવાણા, સુજલ જગદીશભાઈ મકવાણા, હેમંત બાલાભાઈ મકવાણા, નિલેશ જગદીશભાઈ મકવાણા, ભદ્રેશ ગોરાભાઈ મકવાણા, વાલીબેન બાલાભાઈ કાનાભાઈ મકવાણા, બાલાભાઈ કાનાભાઈ મકવાણા, જગદીશભાઈ બાલાભાઈ મકવાણા, કોકીલાબેન જગદીશભાઈ મકવાણા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીઓએ પ્રાણ ઘાતક હથીયારો ધારણ કરી ફરીયાદીના ઘર પાસે જઈ -તું અમારા ઘરમાં ચીઠુઠી કેમ નાખી જાય છે ?” તેમ કહી ભુંડાબોલી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપી પ્રકાશભાઈએ લાકડાના ધોકા વડે ફરીયાદીના ટ્રેકટરના બોનેટ ઉપર તથા હેડ લાઈટ ઉપર મારી નુકશાન કર્યું હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.