HomeMorbiવાંકાનેરમાં સોનીની દુકાનમાં નજર ચૂકવી રૂ.1.85 લાખની સોનાની બાલી ચોરનાર બે મહિલા...
વાંકાનેરમાં સોનીની દુકાનમાં નજર ચૂકવી રૂ.1.85 લાખની સોનાની બાલી ચોરનાર બે મહિલા ઝડપાઈ
વાંકાનેર મેઈન બજારમાં સોનીની દુકાનમાં ગ્રાહક બની આવેલી બે મહિલાઓએ દુકાનદારનું ધ્યાન ભટકાવી 65 નંગ સોનાની બાલી (નથડી) ચોરી કરી હતી. વાંકાનેર સીટી પોલીસે CCTV ફૂટેજ અને બાતમીના આધારે બંને મહિલાઓને ઝડપી પાડી ચોરીનો મુદ્દામાલ રિકવર કર્યો છે.
ફરીયાદી અરવિંદભાઇ જીવણભાઇ કુમખાણીયા રહે. સરોડી ગામ તા-થાનગઢ જી-સુરેન્દ્રનગર વાળાની વાંકાનેર મેઇન બજારમાં નવકાર સિલેકરન સામે ખુશાલ જ્વેલર્સ નામની સોના ચાંદીના દાગીના લે-વેચની દુકાનમા બે મહીલા ગ્રાહક તરીકે આવી દુકાનદારને વાતોમાં રાખી ધ્યાન ભટકાવી સોનાની બાલી(નથડી) નંગ-૬૫ જેની કિ.રૂ-૧,૮૫,૦૦૦/-ના મતાની ચોરી કરી એક બીજાની મદદગારી કરી ગુન્હો કરેલ હોઇ જે ગન્હાની ગંભીરતાને ધ્યાને લઈ.
વાંકાનેરના સોની દુકાનદારની દુકાનમાં થયેલ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલવા વાંકાનેર સીટી પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી સીસીટીવી ફુટેજ આધારે તેમજ પોલીસ સ્ટાફના હ્યુમન સોર્સીસ આધારે સાથેના પોલીસને સંયુક્તમા ખાનગીરાહે બાતમી મેળવી બે મહીલાઓ મનીષાબેન ધીરૂભાઇ વસરામભાઇ સોલંકી/ રહે.મંગલમ પાર્ક-૦૧ ખોડીયારનગર ગોંડલ જી-રાજકોટ તથા મીનાબેન ઉર્ફે તનુ રાહુલભાઇ મનોજભાઇ રાઠોડ રહે. ઉંબાળા ચોકડી ગોંડલ જી-રાજકોટવાળાને ચોરીમા ગયેલ મુદામાલ સાથે પકડી પાડી ચોરીમા ગયેલ મુદામાલ વાંકાનેર સીટી પોલીસ દ્વારા રીકવર કરેલ છે.