HomeMorbiમોરબીમાં કામની વાતે ઉશ્કેરાયો રૂમ પાર્ટનર, યુવકના માથામાં પાઈપ ઝીંકી દીધો

મોરબીમાં કામની વાતે ઉશ્કેરાયો રૂમ પાર્ટનર, યુવકના માથામાં પાઈપ ઝીંકી દીધો

બેલા ગામની સીમમાં એકઝોટીકા સીરામીકની લેબર કોલોનીમાં કામ બાબતે થયેલી બોલાચાલી ઉગ્ર બની હતી. રૂમ પાર્ટનરે લોખંડના પાઈપથી યુવકના માથામાં હુમલો કરતા ઈજા પહોંચી હતી.

આ અંગે મળતી માહિતી મુજબ, મૂળ ઉત્તરપ્રદેશના રાયબરેલીના વતની અને હાલ એક્ઝોટીકા સીરામીકમાં મજૂરીકામ કરતા નવિકાસકુમાર યાદવ (ઉ.વ. ૨૨) નાઈટ શિફ્ટ પૂરી કરીને પોતાના રૂમ પર હાજર હતા. તે દરમિયાન સાથે રહેતા અભિષેક યાદવે કારખાનામાં સરખી રીતે કામ કરવા બાબતે વાતચીત કરતા મામલો બીચક્યો હતો. અભિષેકે અચાનક ઉશ્કેરાઈને ગાળો ભાંડી ઢીકાપાટુનો માર માર્યો હતો અને ત્યારબાદ ત્યાં પડેલો લોખંડનો પાઇપ નવિકાસકુમારના માથામાં ફટકારી દીધો હતો. માથામાંથી લોહી નીકળવા લાગતા અને દેકારો થતાં હુમલાખોર અભિષેક ત્યાંથી ભાગી છૂટ્યો હતો.

આ ઘટના બાદ અન્ય રૂમ પાર્ટનરો અને કારખાનાના શેઠ હિતેશભાઈ દ્વારા ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક હોસ્પિટલ મોરબી ખાતે ખસેડાયો હતો, જ્યાં તબીબોએ માથામાં ટાંકા આવ્યા હોવાનું અને નાનું ફ્રેક્ચર થયું હોવાનું જણાવ્યુ હતું. ઘટના અંગે મોડી મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular