HomeMorbiટીકરમાં જાહેરમાં જુગારનો અડ્ડો ઝડપાયો: 9 ઈસમો રૂ.51,700ની રોકડ સાથે ઝડપાયા
ટીકરમાં જાહેરમાં જુગારનો અડ્ડો ઝડપાયો: 9 ઈસમો રૂ.51,700ની રોકડ સાથે ઝડપાયા
હળવદના ટીકર (રણ) ગામે પોલીસે બાતમીના આધારે જાહેરમાં ચાલતા જુગાર પર દરોડો પાડી 9 ઈસમોને રૂ.51,700ની રોકડ સાથે ઝડપી પાડ્યા હતા. આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરાઈ છે.
આ અંગે મળતી માહિતી મુજબ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને મળેલ બાતમીના આધારે ટીકર (રણ) ગામે જાહેરમાં જુગાર અંગે રેઇડ કરી જુગાર રમતા ૦૯ ઈસમો અનિલભાઈ ધીરજભાઈ ચૌહાણ, દિલીપભાઈ હરજીભાઈ ચૌહાણ, અશોકભાઈ સુખાભાઈ ચૌહાણ, કારૂભાઈ શિવાભાઈ ઝીંજવાડિયા, ચંદ્રકાંત ધીરજભાઈ ચૌહાણ, રાજેશભાઈ હીરાભાઈ ચૌહાણ, યોગેશભાઈ અમરતભાઈ ચૌહાણ, રીયાઝ વલીભાઈ હમીરકા રહે આઠેય ગામ ટીકર રણ તા.હળવદ તથા અજયભાઈ શૈલેષભાઈ સાંકલપરા રહે. ગામ સુંદરગઢ તા. હળવદવાળાને રોકડ રકમ રૂ.૫૧,૭૦૦/- ના મુદામાલ સાથે પકડી આરોપી વિરુદ્ધ જુગાર ધારા મુજબનો ગુન્હો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.