HomeMorbiમોરબી ત્રાજપર ચાર રસ્તા પાસે નંબર વગરની બાઈક સાથે શખ્સ ઝડપાયો, SOGની...

મોરબી ત્રાજપર ચાર રસ્તા પાસે નંબર વગરની બાઈક સાથે શખ્સ ઝડપાયો, SOGની કાર્યવાહી

મોરબીના ત્રાજપર ચાર રસ્તા નજીક પેટ્રોલિંગ દરમિયાન SOG ટીમે નંબર વગરની બાઈક સાથે શંકાસ્પદ હાલતમાં ફરતા એક ઈસમને ઝડપી પાડ્યો હતો. બાઈક અંગે સંતોષકારક જવાબ ન મળતાં તપાસ કરતા તે ચોરી કે છળકપટથી મેળવેલી હોવાનું સામે આવ્યું હતું.

મોરબી એસ.ઓ.જી. પોલીસ પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન મોરબીના ત્રાજપર ચાર રસ્તા નજીક બારૈયા પાન પાસે રોડ ઉપર આવતા જુના ઘુંટુ રોડ તરફથી એક નંબર વગરના મોટરસાયકલ સાથે શંકાસ્પદ હાલતમા એક ઇસમ નિકળતા તુરત તેને રોકી તેની પાસેના મો.સા. બાબતે પુછપરછ કરતા ગલ્લા તલ્લા કરતો હોય અને કોઇ સંતોષકારક જવાબ આપતો ન હોય જેથી ઇસમ પાસેથી આ મોટર સાયકલની આર.સી. બુક તથા લગત કાગળો માંગતા પોતાની પાસે નહીં હોવાનુ જણાવેલ જેથી મો.સા.ના ચેસીસ નંબર તથા એન્જીન નંબર આધારે સર્ચ કરાવત મોટર સાયકલના રજી.નં. GJ-36-AB -0234 વાળા હોય જેથી ઇસમ પાસેથી મળી આવેલ મોટર સાયકલ ચોરી કે છળકપટથી મેળવેલનુ જણાતા બી.એન.એસ.એસ. કલમ-૧૦૬(૧) મુજબ કબ્જે કરી તથા આરોપી જયદેવભાઇ રમેશભાઇ ડાભી રહે. ખરેડા ગામ હાઈસ્કુલ પાછળ તા.જી.મોરબીવાળાની બી.એન.એસ.એસ. કલમ-૩૫(૧)(ઇ) મુંજબ ધોરણસર અટક કરી મોરબી સીટી બી.ડીવી. પોલીસ સ્ટેશન ખાતે આગળની કાર્યવાહી કરવા સોપેલ છે.

RELATED ARTICLES

Most Popular