HomeMorbiટીકર ગામે જુગારના અડ્ડા પર પોલીસનો દરોડો: રૂ.31,600ની રોકડ સાથે 4 જુગારી...
ટીકર ગામે જુગારના અડ્ડા પર પોલીસનો દરોડો: રૂ.31,600ની રોકડ સાથે 4 જુગારી ઝડપાયા
હળવદ તાલુકાના ટીકર (રણ) ગામે બાતમીના આધારે પોલીસે દરોડો પાડી જુગાર રમતા ચાર ઈસમોને રૂ.31,600ની રોકડ રકમ સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
હળવદ તાલુકા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને મળેલ બાતમીના આધારે ટીકર (રણ) ગામે રેઇડ કરી જુગાર રમતા ચાર ઇસમો મનસુખભાઈ માનસિંગભાઈ ખાંભડીયા રહે. ગામ.ટીકર તા.હળવદ, મુન્નાભાઈ છેલાભાઈ ખોડા રહે ગામ મિયાણી તા.હળવદ, વિષ્ણુભાઈ રઘુભાઈ કુડેચા રહે ગામ રામદેવપુર તા.ધ્રાંગધ્રા જી.સુરેન્દ્રનગર, મુળજીભાઈ ગુગાભાઈ ઝીંઝવાડિયા રહે. ગામ ટીકર તા.હળવદવાળાને રોકડ રકમ રૂ.૩૧,૬૦૦/- ના મુદામાલ સાથે પકડી આરોપી વિરુધ્ધ જુગાર ધારા મુજબનો ગુન્હો રજી. કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.